________________
આષાઢચાતુમાસિક પ્રવચન
૧૫ * ડાકુ વંકચૂલ. ગુરુદેવ પાસેથી એણે ચાર પ્રતિજ્ઞા લીધી હતી. એ
પ્રતિજ્ઞાઓનું કેવું પાલન કર્યું હતું ? “મરવું પડે તો મરી જઈશ પરંતુ કાગડાનું માંસ નહીં ખાઉં.' ન ખાધું એણે કાગડાનું માંસ. મરીને બારમા દેવલોકમાં ગયો, દેવ બન્યો. સભામાંથીઃ અમે તો બીમારીમાં સર્વ પ્રકારની છૂટ લઈએ છીએ, પ્રતિજ્ઞામાં!
મહારાજશ્રી ઃ કારણ કે સંકટના સમયે પ્રતિજ્ઞામાં દ્રઢ રહેવાનું મનોબળ તમારામાં નથી રહ્યું. પરીક્ષાના સમયે જ નોટ અને પેન છોડી દો છો. પેપર લખવાનું જ નહીં. પરીક્ષા આપ્યા સિવાય જ પાસ થવાની ઈચ્છા રાખો છો ! પ્રતિજ્ઞા લેશો તો કસોટી તો થશે જ !
હું નાનો હતો, ગુજરાતની એક હોસ્ટેલમાં રહેતો હતો. રાત્રિભોજન ન કરવાની મારી પ્રતિજ્ઞા. એક દિવસે અમારી “દમણ'ની પદયાત્રા હતી. દમણ અમારી હોસ્ટેલના ગામથી ૬-૭ માઈલ દૂર હતું. અમે દમણ પહોંચ્યા તો સૂર્યાસ્ત થઈ ગયો હતો. એ સમયે દમણમાં ફિરંગીઓનું શાસન ચાલતું હતું. ત્યાંના ગવર્નરના દીવાન અમારા યજમાન હતા. એમને ઘેર ભોજનની વ્યવસ્થા કરી હતી. અમે આશરે ૪૦ છોકરાઓ હતા, અને અમારા ગૃહપતિ હતા. બધા ભોજન કરવા બેસી ગયા. હું દીવાનખાનામાં બેસી રહ્યો. દીવાન સાહેબ મારી પાસે આવ્યા અને મને પૂછ્યું :
‘તું અહીં કેમ બેઠો છે? ભોજન નથી કરવું?” મેં કહ્યું હું રાત્રિભોજન નથી કરતો, મારી પ્રતિજ્ઞા છે.”
તેમણે કહ્યું: ‘આટલું ચાલીને આવ્યો છે, ભૂખ પણ લાગી હશે. ખાઈ લે, પાછળથી પ્રાયશ્ચિત કરી લેજે.'
મેં કહ્યું: “મને ભૂખ પણ નથી લાગી. અને હું પ્રતિજ્ઞાનું પાલન તો કરીશ જ.” તેમણે કહ્યું: “આ બધા છોકરાઓ ભોજન કરે છે તો તારા મનમાં ખાવાની ઈચ્છા નથી થતી?”
મેં કહ્યું: “ના, હું ખાઈશ નહીં.’ તેઓ ખુશ થઈ ગયા. તેમણે મારાં ખૂબ વખાણ કર્યા. બીજે દિવસે તેમણે મારા માટે સ્પેશ્યલ નાસ્તો તૈયાર કરાવ્યો, મને મજા પડી ગઈ ! બધા છોકરાઓ મારા નાસ્તાની પ્લેટ જોઈને સમજી ગયાને? આજે પણ કોઈવાર એ પ્રસંગ સ્મૃતિમાં આવે છે તો મારું મન આનંદિત થઈ જાય છે. હું કસોટીમાંથી પાર ઊતર્યો હતો ને !
જ્ઞાની પુરુષો ચાતુર્માસની એક મહત્ત્વપૂર્ણ સાવધાની બતાવે છે. તેઓ કહે છેચાતુર્માસમાં જણાધમનું પાલન કરો. વષકાળમાં સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ વધારે પ્રમાણમાં થાય છે. સ્થળે સ્થળે નિગોદ પણ થાય છે. જેને લીલ, ફૂગ, શેવાળ કહેવાય છે. નિગોદ લીલી હોય છે, કાળી હોય છે. સફેદ પણ હોય છે. એના એક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org