________________
[ 2 3 [પંચ પરમાગમને સંક્ષિપ્ત વિષયપરિચય] -
સમયસાર
શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્યભગવાને આ જગતના જીવે પર પરમ કરુણા કરીને આ શાસ્ત્ર રચ્યું છે. તેમાં મેક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંત કાળથી પરિભ્રમણ કરતા જીવને જે કાઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. પરમ કૃપાળુ આચાર્યભગવાન આ શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છે – કામગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે પણ પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એકત્વની–પરથી ભિન્ન આત્માની–વાત હું આ શાસ્ત્રમાં સમસ્ત નિજ વિભવથી (આગમ, યુક્તિ, પરંપરા અને અનુભવથી) કહીશ” આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદેવ આ શાસ્ત્રમાં આત્માનું એટૂ–પરદ્રવ્યથી અને પરભાવથી ભિન્નતા–સમજાવે છે. તેઓશ્રી કહે છે કે જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ સ્વર અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જિનશાસનને દેખે છે.” વળી તેઓ કહે છે કે “આવું નહિ દેખનાર અજ્ઞાનીના સર્વ ભાવે અજ્ઞાનમય છે. આ રીતે, જ્યાં સુધી જીવને પિતાની શુદ્ધતાને વેગ અનુભવ થતો નથી ત્યા સુધી તે મેક્ષમાગી નથી, પછી ભલે તે વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર પાળતું હોય અને સવ આગમ ભણી ચૂક્યો હોય જેને શુદ્ધ આત્માને અનુભવ વતે છે તે જ સમ્યગ્દષ્ટિ છે. રાગાદિના ઉદયમાં સમકિતી જીવ કદી એકાકારરૂપ પરિણમતું નથી પરંતુ એમ અનુભવે છે કે “આ, પુદ્ગલકર્મરૂપ રાગના વિપાકરૂપ ઉદય છે, એ મારે ભાવ નથી, હું તે એક સાયકભાવ છુ.” અહીં પ્રશ્ન થશે કે રાગાદિભાવો થતા હોવા છતાં આત્મા શુદ્ધ કેમ હોઈ શકે ? ઉત્તરમાં સ્ફટિક
-