________________
જઈને શ્રી પવનદીનાથે (કુદકુંદાચાર્યદેવે) પતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બંધ ન આપ્યો હોત તો મુનિજને સાચા માર્ગને કેમ જાણત?” બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ કહેવામાં આવ્યા છે, “પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રીવાચાર્ય, એલાચાર્ય, ગૃધ્રપિચ્છાચાર્ય એ પાંચ નામેથી વિરાજિત, ચાર આંગળ ઊંચે આકાશમાં ગમનની જેમને ત્રાદ્ધિ હતી, જેમણે પૂર્વ વિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય અને પ્રતિબંધ કર્યો છે એવા જે શ્રી જિનચંદ્રસુરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્ય દેવ) તેમણે રચેલા આ ષાભૂતગ્રંથમાં.. સૂરીશ્વર શ્રી શ્રતસાગરે રચેલી મોક્ષપ્રાભૂતની ટીકા સમાપ્ત થઈ. ભગવાન કુંદકુંદાચાર્યદેવની મહત્તા બતાવનાર આવા અનેકાનેક ઉલ્લેખ જૈન સાહિત્યમાં મળી આવે છે. શિલાલેખે પણ અનેક છે. આ રીતે આપણે જોયું કે સનાતન દિગબર જૈન સંપ્રદાયમાં કળિકાળસર્વજ્ઞ ભગવાન કુદકુ દાચાર્યનું સ્થાન અજોડ છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી ડાંક હાલમાં ઉપલબ્ધ છે ત્રિલેકનાથ સર્વદેવના મુખમાંથી વહેલી કૃતામૃતની સરિતામાથી ભરી લીધેલા તે અમૃતભાજને હાલમાં પણ અનેક આત્માથીઓને આમજીવન અપે છે. તેમના સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકાયસંગ્રહ નામના ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો “પ્રાતત્રય કહેવાય છે. આ પ્રાભૂતત્રય તેમ જ નિયમસાર તથા અષ્ટપ્રાભૃત–એ પાચ પરમાગમમાં હજારે શાસ્ત્રોને સાર આવી જાય છે ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણુ શેનાં બીજડાં આ પરમાગમમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. * શિલાલેખેના નમૂના માટે ર૭મું પાનું જુએ.