________________
નમ સત્ર |
ઉપદ્યાત છે પંચ પરમાગમ એ, નિગ્રંથ શ્રમણોત્તમ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવપ્રણીત સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર અને અષ્ટપ્રાભૂત એ પાંચ અધ્યાત્મતત્ત્વપ્રરૂપક મહાન શાસ્ત્રોનું સમૂહ-સંસ્કરણ છે.
- ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ વિક્રમ સંવતના પ્રારંભમાં થઈ ગયા છે દિગંબર જૈન પરંપરામાં ભગવાન કુદકુંદાચાર્ય દેવનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે.
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी ।
मंगलं कुन्दकुन्दाों जैनधर्मोऽस्तु भगलम् ।। આ કલેક દરેક દિગંબર જૈન, શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગળાચરણરૂપે બેલે છે. આ પરથી સિદ્ધ થાય છે કે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી પછી તુરત જ ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસો સાક્ષાત્ ગણધરદેવનાં વચને જેટલાં જ પ્રમાણભૂત મનાય છે તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો પિતાના કે કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે એ કથન નિર્વિવાદ કરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથમાં તેમનાં શાસ્ત્રોમાંથી
કબંધ અવતરણ લીધેલાં છે વિ સં ૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં કહે છે કે “વિદેહક્ષેત્રના વર્તમાન તીર્થકર સીમ ધરસ્વામીના સમવસરણમાં * મૂળ શ્લેક માટે ૨૮મુ પાનું જુઓ