________________
જ
1
યુક્તિ, આગમ અને સ્વાનુભવથી પ્રતિપાદન કરેલું છે, તે સમજવા માટે જે તે પાંચેય પરમાગમને પરિચય, મૂળ ગાથાઓ તથા તેને ગુજરાતી ગદ્યપદ્યાનુવાદ એકસાથે એક પુસ્તકમાં સકલન કરી પ્રકાશિત કરવામાં આવે તે અધ્યાત્મતત્વાભ્યાસીઓને લાભનું કારણું થાય એવા શુભ આશયથી આ પ્રકાશન સાકાર થવા પામ્યુ છે
આ પ્રકાશન માટે આદરણુંય વિદ્વાન શ્રી હિંમતલાલભાઈ જે. શાહ તથા ટ્રસ્ટની પ્રકાશનસમિતિની અનુમતિ બદલ તેમને સહદય આભાર માનીએ છીએ આ પુસ્તકનું મુદ્રણકાર્ય ટૂંક સમયમાં સુદર રીતે કરી આપવા બદલ શ્રી અજિત મુદ્રણાલયના માલિક શ્રી મગનલાલજી જૈન ધન્યવાદ આપીએ છીએ
અતમાં, સ્વાધ્યાયમી મુમુક્ષુ જીવો આ પ્રકાશનના સદાશયને અનુરૂપ અધ્યાત્મવિદ્યાથી લાભાન્વિત થાઓ—એ જ ભાવના છે.
ફાગણ સુદ ૨, વિ. સં. ૨૦૨૩
– પ્રકાશક