________________
ઘટાભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ એતદુભયનો અભાવ મળવો જોઈએ પણ તે નહિ મળે, કેમકે સાધ્યતાવચ્છેદકસંયોગસંબંધાવચ્છિન્ના તો પ્રતિયોગિતા છે જ, માટે સાધ્યતાવચ્છેદકસંયોગસંબંધાવચ્છિન્નત્વ પ્રતિયોગિતામાં છે પણ સાધ્યતાવદકપ્રમેયવહ્નિત્વથી તો પ્રતિયોગિતા અવચ્છિન્ના જ નથી, કેમકે પ્રમેયવહ્નિત્વ એ વહ્નિત્વની અપેક્ષાએ ગુરૂભૂત ધર્મ છે, માટે તે પ્રતિયોગિતાનો અવચ્છેદક જ બની શકે નહિ, અર્થાત્ પ્રમેયવહ્નિત્વાવચ્છિન્ના પ્રતિયોગિતા બની શકે જ નહિ. આમ પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકપ્રમેયવહ્નિત્વનું અવચ્છિન્નત્વ જ અપ્રસિદ્ધ બન્યું તો પછી તે પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ છે કે નહિ ? તે શી રીતે નક્કી થાય ? અને તે નિર્ણય વિના તે પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વ-સાધ્યતાવચ્છેદકસંબંધાવચ્છિન્નત્વ એતદુભયાભાવનો નિર્ણય પણ ન જ થાય, એટલે લક્ષણની અવ્યાપ્તિ આવે.
ઉત્તર : ગુરૂધર્મ પ્રતિયોગિતાનો અવચ્છેદક ન બને એ વાત અમે માનતા નથી, કેમકે ‘વુગ્રીવાવિમાન્ નાસ્તિ' એવી જે પ્રતીતિ થાય છે તે કમ્બુગ્રીવાદિમત્ત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવની પ્રતીતિ છે. અહીં ઘટત્વની અપેક્ષાએ કમ્બુગ્રીવાદિમત્ત્વ એ ગુરૂભૂત ધર્મ છે છતાં તેનાથી અવચ્છિન્ના પ્રતિયોગિતા થઈ છે. એટલે પ્રસ્તુતમાં સાધ્યતાવચ્છેદકપ્રમેયવસ્તિત્વધર્માવચ્છિન્ના પ્રતિયોગિતા જરૂર બની શકે છે. હવે સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતા તો ઘટત્વધર્માવચ્છિન્ના છે, પ્રમેયવહ્નિત્વધર્માવચ્છિન્ના નથી, એટલે સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદક– ધર્માવચ્છિન્નત્વનો અભાવ મળી ગયો. આમ સંયોગેન ઘટાભાવીય પ્રતિયોગિતામાં સાધ્યતાવચ્છેદકસમ્બન્ધાવચ્છિન્નત્વ હોવા છતાં સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્નત્વનો
અભાવ હોવાથી ‘સવૅપિ યં નાસ્તિ' એ ન્યાયે ઉભયાભાવ મળી ગયો. એટલે તે સાધ્યતાવચ્છેદકધર્માવચ્છિન્ન, સાધ્યતાવચ્છેદકસમ્બન્ધાવચ્છિન્ન સાધ્ય પ્રમેયવહિના સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ હેતુમાં આવી જતાં લક્ષણની અવ્યાપ્તિ દૂર થઈ ગઈ.
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૫૬)