________________
શંકાકાર : તો તો તમારે તમામ સંસ્કારોને ક્ષણિક માનવાની આપત્તિ આવશે. આ આ નવ્યો : તો પછી અંતિમ સ્મરણ અનુભવજન્ય સંસ્કારનું નાશક બનશે. જેના પછી હવે સ્મરણ થવાનું નથી તે છેલ્લું સ્મરણ જ અનુભવથી ઉત્પન્ન થયેલા સંસ્કારનો નાશ કરશે, માટે તમામ સ્મરણને સંસ્કારોના નાશક માનવાની જરૂર નથી. છે. આમ અનુભવત્વેન અનુભવજ્ઞાનને જ સ્મરણનું કારણ માનવાથી પૂર્વે તમે જ
ઉત્તરોત્તર સ્મરણની અનુપપત્તિ જણાવી હતી તે હવે નહીં થાય, કારણ કે નવું નવું સ્મરણ કરી સંસ્કારનું નાશક નથી તેમ સિદ્ધ થયું છે, તેથી અનુભવજન્ય સંસ્કારથી પ્રથમ સ્મરણ છે ઉત્પન્ન થશે, પણ તે અનુભવજન્ય સંસ્કારનું નાશક ન હોવાથી આત્મામાં રહેલો તે છે
અનુભવજન્ય સંસ્કાર જ બીજા, ત્રીજા, ચોથા વગેરે ક્રમિક સ્મરણોને ઉત્પન્ન કરી દેશે. આ એ માટે મરણ પ્રત્યે જયારે માત્ર અનુભવજ્ઞાનને જ કારણ માનવાથી કાર્ય પૂર્ણ થઈ જાય
છે ત્યારે સ્મરણને પણ કારણ માનીને ગૌરવ કરવાની જરૂર નથી. मुक्तावली : न च पुनः पुनः स्मरणाद् दृढतरसंस्कारानुपपत्तिरिति वाच्यम्,
झटित्युद्बोधकसमवधानस्य दाढ्यपदार्थत्वात् । છે મુક્તાવલી : શંકાકાર : સામાન્યત: આપણો અનુભવ એવો છે કે એક જ પદાર્થનું છે વારંવાર સ્મરણ કરવામાં આવે તો તેના સંસ્કારો દઢ થાય છે અને તેથી જ આપણે છે વારંવાર પાઠ, સ્વાધ્યાય વગેરે કરીએ છીએ કે જેથી વારંવાર સ્મરણ દ્વારા તેના પડતાં સંસ્કારો દઢ બને. છે પરંતુ તમારી વાત માનવાથી આ અનુભવસિદ્ધ હકીકત અનુપાન બની જશે, આ કેમકે જો અનુભવજન્ય સંસ્કારથી જે સ્મરણ થયું તેનાથી જન્ય સંસ્કાર દ્વારા બીજી વાર
સ્મરણ, ફરી તેનાથી જન્ય સંસ્કાર દ્વારા ત્રીજી વાર સ્મરણ... આમ વારંવાર થાય તો એ જ સંસ્કારો દઢતર થતાં જાય. પણ તમે તો સ્મરણજન્ય સંસ્કાર દ્વારા બીજું સ્મરણ માનતાં એ જ નથી તેથી સંસ્કાર દઢતર શી રીતે થશે? વળી તમે તો એક જ અનુભવજન્ય સંસ્કારને ક ચિરસ્થાયી માનો છો અને તેના દ્વારા જ બીજા, ત્રીજા, ચોથા વગેરે સ્મરણની ઉત્પત્તિ અને
માનો છો પણ અનેક સંસ્કારોને માનતા નથી, એટલે અનેકવાર સ્મરણ થવા છતાં જુના છે છે અનુભવજન્ય એક જ સંસ્કાર દ્વારા સ્મરણ-ફળ થયા કરે તો તેમાં દઢતા શી રીતે આવે ? એ છે નવો : નવા નવા સંસ્કારોની ઉત્પત્તિ તે દઢતા નથી પણ જલ્દીથી ઉદ્ધોધકનું સમવધાન તે જ દઢતા છે. સ્મરણ એ ઉદ્ધોધક છે. તેનું એકદમ જલ્દીથી આવી જવું
+
+
છે
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૧૮) કોઈ જ