Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 386
________________ समवायिकारणस्य, अध्यक्षं प्रत्यक्षं, प्रवृत्तौ कारणमिति । મુક્તાવલી : શંકાકાર : જો વેદને પૌરુષેય માનશો તો તેનો કર્તા પુરૂષ હોવાથી તેને ભ્રમ પણ થઈ શકે છે અને તેથી તેણે કહેલી વાતોમાં પ્રામાણ્ય શી રીતે સંભવે ? નૈયાયિક : તેથી જ તેના કર્તા પુરૂષને સર્વજ્ઞ અને નિત્ય માનવો જોઈએ. સર્વજ્ઞ અને નિત્ય પુરૂષની કૃતિમાં ભ્રમાદિ હોઈ શકે નહીં તેથી તેની કૃતિ નિર્દોષ જ હોય. અને તેથી તેમાં પ્રામાણ્ય પણ અવશ્ય હોય. અને તેથી જ કપિલાદિને વેદકર્તા કહેતા નથી, કેમકે તેઓ સર્વજ્ઞ ન હોવાથી તેમની કૃતિમાં ભ્રમાદિના કારણે અપ્રામાણ્ય હોઈ શકે છે. પણ ઈશ્વર સર્વજ્ઞ હોવાથી તેને વેદકર્તા માનવામાં અપ્રામાણ્યની આપત્તિ છે જ નહીં. વળી શબ્દ તો અનિત્ય છે અને તેથી શબ્દોથી બનેલો વેદ પણ અનિત્ય જ સાબિત થાય છે. આમ વેદ અનિત્ય= જન્મ હોવાથી તેનો જનક કોઈને તો માનવો જ જોઈએ. આમ વેદનો જનક હોવાથી વેદ પૌરુષેય છે તેમ નક્કી થાય છે અને તેથી ‘ખેત' વગેરે વિધ્યર્થ-પ્રયોગોનો અર્થ ‘આપ્ત-ઈષ્ટ’ એવો ઘટી જાય છે. તેથી વિધ્યર્થ આપ્તાભિપ્રાય એવો અર્થ જ લાધવાત્ ઉચિત છે. પૂર્વે જોયું તેમ પ્રવૃત્તિમાં ઉપાદાન દ્રવ્યનું પ્રત્યક્ષ હોવું જરૂરી છે, તેથી ઉપાદાન પ્રત્યક્ષ પણ પ્રવૃત્તિનું કારણ છે. कारिकावली : निवृत्तिस्तु भवेद्वेषाद्विष्टसाधनताधियः ॥ १५१ ॥ = मुक्तावली : निवृत्तिरिति । द्विष्टसाधनताज्ञानस्य निवृत्तिं प्रति जनकत्वमन्वयव्यतिरेकाभ्यामवधारितमिति भावः ॥ (૨) નિવૃત્તિરૂપ પ્રયત્ન ઃ નિવૃત્તિ પ્રત્યે દ્વિષ્ટસાધનતાનું જ્ઞાન કારણ છે. જેમ પ્રવૃત્તિ પ્રત્યે ઈષ્ટસાધનતાનું જ્ઞાન કારણ પણ ત્યાં દ્વિષ્ટસાધનતાનું જ્ઞાન પ્રતિબંધક બને છે, અર્થાત્ પ્રવૃત્તિ કરવા દેતું નથી તેમ નિવૃત્તિ પ્રત્યે દ્વિષ્ટસાધનતાનું જ્ઞાન, અર્થાત્ ‘આ વસ્તુ મારા દ્વેષનું સાધન છે' તેવું જ્ઞાન કારણ છે. તે તરત જ નિવૃત્તિ કરાવે છે. कारिकावली : यत्नो जीवनयोनिस्तु सर्वदातीन्द्रियो भवेत् । शरीरे प्राणसञ्चारे कारणं परिकीर्तितः ॥ १५२ ॥ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦)

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410