Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 397
________________ વચ્ચે ભ્રમિને વ્યાપાર માનવો પડે છે તેમ યજ્ઞ સ્વર્ગ-પ્રાપ્તિની પૂર્વક્ષણે હાજર ન હોવાથી યજ્ઞને સ્વર્ગાદિનું કારણ માનવા વચ્ચે અદૃષ્ટને (ધર્મને) વ્યાપાર (દ્વાર) માનવું જરૂરી છે. આમ પૂર્વોક્ત વ્યભિચારની આપત્તિ નિવારવા અદૃષ્ટની કલ્પના કરાય છે. અન્યથા – જો ધર્માત્મક વ્યાપાર ન હોય તો યાગાદિ ચિરવિનષ્ટ હોવાના કારણે અને નિર્વ્યાપાર હોવાના કારણે કાલાન્તર ભાવી સ્વર્ગના જનક બની શકે નહીં. ઉદયનાચાર્યે કહ્યું છે કે ચિરધ્વસ્ત કર્મ (અનુષ્ઠાન) અતિશય (અપૂર્વાત્મક વ્યાપાર) વિના ફળ આપવા માટે સમર્થ હોતું નથી. मुक्तावली : ननु यागध्वंस एव व्यापारः स्यात्, न च प्रतियोगितद्ध्वंसयोरेकत्राजनकत्वम्, सर्वत्र तथात्वे मानाभावात्। न च त्वन्मते फलाऽऽनन्त्यं, मन्मते चरमफलस्यापूर्वनाशकत्वान्न तथात्वमिति वाच्यम्, कालविशेषस्य सहकारित्वादित्यत आह- गङ्गास्नानेति । गङ्गास्नानस्य हि स्वर्गजनकत्वेऽनन्तानां जलसंयोगध्वंसानां व्यापारत्वमपेक्ष्यैकमपूर्वमेव कल्प्यते लाघवादिति भावः । મુક્તાવલી : શંકાકાર ઃ યાગ = યજ્ઞથી યાગધ્વંસ થાય. આ ધ્વંસ અવિનાશી હોવાથી સ્વર્ગપ્રાપ્તિ વખતે હાજર જ છે. આમ યાગ(કારણ)થી જન્ય યાગધ્વંસ એ યાગથી જન્ય સ્વર્ગ(કાર્ય)નું જનક પણ છે. તેથી યાગધ્વંસમાં વ્યાપારનું લક્ષણ ઘટી જાય છે. આમ યાગધ્વંસને (દ્વાર) વ્યાપાર માનવાથી આપત્તિ દૂર થઈ જતી હોવાથી નવા અદૃષ્ટ પદાર્થને માનીને ગૌરવ શા માટે કરો છો ? નૈયાયિક : યાગધ્વંસનો પ્રતિયોગી યાગ છે. હવે યાગરૂપ જે પ્રતિયોગી જેનો (સ્વર્ગનો) જનક છે તે પ્રતિયોગીનો ધ્વંસ (યાગધ્વંસ) પણ તેનો (સ્વર્ગનો) જ જનક શી રીતે બને ? દંડ ઘટનો જનક હોય પણ દંડધ્વંસ કાંઈ ઘટનો જનક થોડો બને ? એક જ સ્થળે પ્રતિયોગી અને પ્રતિયોગી-ધ્વંસની જનકતા રહી શકે નહીં. શંકાકાર : ના, બધે કાંઈ તમે કહ્યું તેમ બનતું નથી. ‘બધે આવું બને છે' તેવું માનવામાં કોઈ પ્રમાણ પણ નથી. વળી ભોજનથી બળ વધે તેમ ભોજનનિવૃત્તિથી (પ્રંસ) પણ બળ વધે છે. (ખા ખા જ કરવાથી બળ ન વધે.) આમ ભોજનક્રિયામાં અને ભોજનક્રિયા-ધ્વંસમાં બંનેમાં બળજનકતા રહી ગઈ તો પછી તે જ રીતે યાગ અને યાગધ્વંસ બંનેમાં સ્વર્ગજનકતા શા માટે ન રહે ? ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૮૮)

Loading...

Page Navigation
1 ... 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410