Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 400
________________ મુક્તાવલી : નૈયાયિક : વર્ષનાગનયત તોયાતિનાત્. गण्डकीबाहुतरणात् धर्मः क्षरति कीर्तनात् ॥ - જો અપૂર્વ = અદષ્ટની કલ્પનાથી અવ્યવહિતપૂર્વવર્તિતા માનવામાં ન આવે તો એ આ કર્મનાશા નામની નદીના જલના સ્પર્શથી ધર્મ(શુભ અષ્ટ)નો નાશ શી રીતે થાય? જો કર્મનાશા નામની નદીના પાણીનો આસ્તિકો સ્પર્શ કરતા નથી, કેમકે તેના સ્પર્શથી કી ધર્મનો નાશ થાય છે અને અધર્મ બાકી રહે છે. તેથી તમારે ત્યાં અવ્યવહિતપૂર્વવર્તિતા છે એ છે જ અને તે અદષ્ટને આભારી છે તેમ માનવું જ જોઈએ. શંકાકાર કર્મનાશા નદીના જલના સ્પર્શથી ધર્મનાશ થાય, અર્થાત્ યજ્ઞાદિનો નાશ જે થાય તેમ સમજવું. તે માટે કાંઈ અદષ્ટને માનવું અને પછી તેનો નાશ માનવો તે તો છે ગૌરવ છે. નૈયાયિક: પણ યજ્ઞ કર્યા પછી કોઈએ કેટલાક કાળ બાદ કર્મનાશા-જલસ્પર્શ કર્યો. હવે અહીં યજ્ઞનાશ તો પૂર્વે જ થઈ ગયો છે, તો કર્મનાશાના જલના સ્પર્શથી હવે યજ્ઞ એ જ હાજર નથી તો તેનો નાશ શી રીતે થાય? યજ્ઞાદિનો પ્રતિબંધક કર્મનાશા-જલસ્પર્શ છે તેમ પણ નહીં કહી શકાય, કેમકે તે યજ્ઞાદિ તો પૂર્વે જ થઈ ચૂક્યા છે. તેથી માનવું છે પર જ પડે કે તે યજ્ઞાદિ કર્યા તે વખતે અષ્ટ-ધર્મ ઉત્પન્ન થયેલ જેનો કર્મનાશા-જલસ્પર્શથી નાશ થયો છે. છે વળી “યાગાદિનું ફળ દેવતાપ્રીતિ છે' તેમ પણ હવે-અદષ્ટની સિદ્ધિ થવાથી-માની છે ન શકાશે નહીં, કેમકે ગંગાસ્નાનમાં કોઈ દેવતા જ નથી કે જેની પ્રીતિ માટે ગંગાસ્નાન જ કરાતું હોય. ત્યાં તો ગંગાસ્નાનના ફળ તરીકે અદષ્ટ માનવું જ જોઈએ. અને દેવતા છે (સચેતન) હાજર હોય તો પણ ગંગાસ્નાન તેને ઉદ્દેશીને તો થતું જ નથી, પછી તેમને આ પ્રીતિ શી રીતે થાય ? જ શંકાકાર : પણ યજ્ઞાદિ તો વિષ્ણુની પ્રીતિના ઉદ્દેશથી થાય જ છે ને ! તો પછી આ યજ્ઞાદિના ફળ તરીકે દેવતાપ્રીતિ માનીએ અને અદષ્ટ ન માનીએ તો શું વાંધો ? આ નૈયાયિક : વિષ્ણુની પ્રીતિ તો નિત્ય છે, કેમકે પ્રીતિ એટલે સુખ. વિષ્ણુના સુખાદિ જ જ તો નિત્ય છે અને નિત્ય વસ્તુ તો ઉત્પન્ન જ ન થાય તો પછી યજ્ઞાદિ કરવાનું દેવતાની છે પ્રીતિ ફળ છે તેમ શી રીતે માની શકાય ? આમ સ્વર્ગ પણ વિષ્ણુ વગેરે દેવતાની છે પ્રીતિથી મળતો નથી પણ યજ્ઞાદિથી ઉત્પન્ન થયેલા અદૃષ્ટ દ્વારા મળે છે. કેટલાક છે શાસ્ત્રમાં યજ્ઞાદિથી વિષ્ણુની પ્રીતિ ઉત્પન્ન થાય છે તેમ જણાવ્યું છે, ત્યાં પણ ક હું જ છે જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૯૧) ક ક દ તું

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410