Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 402
________________ भोगपरिग्रहः । ननु तत्त्वज्ञानस्य कथं धर्माधर्मनाशकत्वं ? 'नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि' इति वचनविरोधात्, इत्थं च तत्वज्ञानिनां झटिति कायव्यूहेन सकलकर्मणां भोगेन क्षय इति चेत् ? न, तत्र भोगस्य वेदबोधितनाशकोपलक्षकत्वात् । कथमन्यथा प्रायश्चित्तादिना कर्मणां नाशः ? तदुक्तम्- 'ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुतेऽर्जुन ।' इत्यादिना । श्रूयते च 'क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे' इति । ननु तत्त्वज्ञानिनस्तर्हि शरीरावस्थानं सुखदुःखादि च न स्यात्, ज्ञानेन सर्वेषां कर्मणां नाशादिति चेत् ? न, प्रारब्धेतरकर्मणामेव नाशात् । तत्तच्छरीरभोगजनकं हि यत्कर्म तत्प्रारब्धं तदभिप्रायमेव नाभुक्तमिति वचनमिति " મુક્તાવલી : ધર્મ અને અધર્મ બંને વાસનાજન્ય છે અને તેઓ જ્ઞાનથી અથવા ભોગથી નાશ પામે છે. અને તેથી જ કહ્યું છે કે જ્ઞાનીના સારા કે ખરાબ કાર્યો ફળ આપવાને સમર્થ નથી, કેમકે તેનાથી ઉત્પન્ન થયેલા ધર્મ-અધર્મ જ્ઞાનથી જ નાશ પામી ગયા હોય છે. શંકાકાર : (તત્ત્વ) જ્ઞાનથી ધર્મ અને અધર્મનો નાશ થાય છે તેમ શી રીતે માની શકાય? કેમકે ( પોટિશત: પિ) ભોગવ્યા વિના કર્મ નાશ પામતું નથી તેમ શ્રુતિમાં જણાવ્યું છે તેની સાથે વિરોધ થવાની આપત્તિ આવે. ભોગવ્યા વિના કર્મ નાશ પામતું જ ન હોય તો પછી જ્ઞાનથી કર્મનાશ શી રીતે મનાય ? નૈયાયિક : જો જ્ઞાનથી કર્મનાશ નહીં માનો તો પછી ક્યારેય કોઈની મુક્તિ જ નહીં થાય, કેમકે તત્ત્વજ્ઞાન પામ્યા પછી પણ ઘણાં કર્મો ભોગવવાના બાકી છે. તે ભોગવવા જો બે-ચાર નવા ભવ કરે તો તેમાં પાછા નવા કર્મો બંધાય. તેને ભોગવવા ફરી નવા ભવો કરવા પડે. આમ ‘ભોગ દ્વારા જ કર્મનાશ થાય છે' તેમ માનવાથી તો ક્યારેય બધા કર્મો સંપૂર્ણ ભોગવાશે નહીં અને તેથી મુક્તિ ન થવાની આપત્તિ આવશે. શંકાકાર : ના, કાયવ્યૂહથી બધા કર્મોનો ભોગવવા દ્વારા જ ક્ષય કરી શકાશે. તત્ત્વજ્ઞાની આત્મા એકીસાથે પોતાના શરીરો અનેક બનાવવા દ્વારા (કાયવ્યૂહ) તે દરેક શરીરથી તે તે કર્મનો ભોગવીને નાશ કરશે. અને આ નવા બનાવેલા શરીરથી નવો કર્મબંધ તો થાય જ નહીં અને તેથી નવા નવા ભવો કરવાની અને મુક્તિ ન થવાની ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (૩૯૩)

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410