Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 391
________________ છે સંસ્કાર-નિરૂપણ कारिकावली : संस्कारभेदो वेगोऽथ स्थितिस्थापकभावने । मूर्त्तमात्रे तु वेगः स्यात्कर्मजो वेगजः क्वचित् ॥१५८॥ ** मुक्तावली : संस्कारं निरूपयति-संस्कारेति । वेगस्थितिस्थापकभावना* भेदात्संस्कारस्त्रिविध इत्यर्थः । मूर्त्तमात्र इति । कर्मजवेगजभेदाद्वेगो द्विविध इत्यर्थः । शरीरादौ हि नोदनजनितेन कर्मणा वेगो जन्यते, तेन च पूर्वकर्मनाशस्तत उत्तरं कर्म । एवमग्रेऽपि। विना च वेगं कर्मणः कर्मप्रतिबन्धकत्वात् पूर्वकर्मनाश उत्तरकर्मोत्पत्तिश्च न स्यात् । यत्र वेगवता कपालेन जनिते घटे वेगो जन्यते स वेगजो वेगः । મુક્તાવલી : (૨૧) સંસ્કાર-નિરૂપણ : સંસ્કાર ત્રણ પ્રકારે છે : (૧) વેગ (૨) આ સ્થિતિસ્થાપકતા (૩) ભાવના. . (i) વેગ ઃ મૂર્ત દ્રવ્યોમાં વેગ ઉત્પન્ન થાય છે. તે બે પ્રકારના છે : (૧) કર્મજ અને (૨) વેગજ. કર્મજન્ય વેગ : શરીરાદિમાં નોદનસંયોગથી વેગ ઉત્પન્ન થાય છે. તેનાથી તે આ પૂર્વકર્મનો નાશ થાય છે અને ઉત્તરકમની ઉત્પત્તિ થાય છે. તે ઉત્તરકર્મથી ફરી વેગ ઉત્પન્ન થાય. તેનાથી તે કર્મનો નાશ થાય અને નવા કર્મની ઉત્પત્તિ થાય. બાણ ખેંચ્યું છે છે એટલે કર્મ ઉત્પન્ન થયું, પછી છૂટ્યું એટલે તેમાં કર્મજ વેગ ઉત્પન્ન થયો. તેનાથી - પૂર્વકર્મ નાશ પામે અને નવું કર્મ ઉત્પન્ન થાય. તે વેગનો નાશ કરે, પછી નવો વેગ છે ઉત્પન્ન થાય. તેનાથી પૂર્વકર્મનો નાશ થાય. તેવું ચાલ્યા જ કરે. શંકાકાર : વેગને માનવાની શું જરૂર છે ? નૈયાયિક : પૂર્વકર્મનો નાશ ઉત્તરસંયોગ કરે છે. પરંતુ અહીં તો કર્મ થયા પછી ઉત્તરસંયોગ થવાને ઘણી વાર છે, તેથી કર્મનાશક તરીકે વેગની કલ્પના કરવામાં આવે મા છે. જો વેગને માનવામાં ન આવે તો કર્મનો નાશ ન થવાની આપત્તિ આવે. શંકાકાર : પૂર્વકર્મનો નાશ ન થાય તો શું વાંધો છે ? નૈયાયિક જો પૂર્વકર્મનો નાશ ન થાય તો નવા કર્મની ઉત્પત્તિ પણ ન થાય, કેમકે એ આ પૂર્વકર્મ એ ઉત્તરકર્મનું પ્રતિબંધક છે. જયાં સુધી પૂર્વકર્મ હાજર હોય ત્યાં સુધી તે જ છે જે ન્યાયસિદ્ધામુક્તાવલી ભાગ-૨ ૦ (૩૨) ક ા

Loading...

Page Navigation
1 ... 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410