Book Title: Nyaya Siddhanta Muktavali Part 2
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 380
________________ જ શંકાકાર : શ્યનયજ્ઞનું વિધાન વેદમાં હોવાથી તે તો વેદવિહિત હિંસા કહેવાય અને જે છે તેથી તે હિંસામાં કોઈ તેવો દોષ નથી. તેથી બલવદનિખાનનુબન્ધિત્વ તેમાં છે તેમ જ માનવું જોઈએ - પૂર્વપક્ષ : ના, વેદમાં અભિચાર(વૈરિમણિકામનાથી કરાયેલ યેનયજ્ઞ)નું આ પ્રાયશ્ચિત્ત કહ્યું છે તેથી તે હિંસાનો નિષેધ થઈ જ ગયો, તેથી તેને બલવદનિષ્ણાનુબંધી જ કહેવાય. જો શ્યનયાગને હિંસાત્મક ન માનો તો તેના પ્રાયશ્ચિત્તનું કથન શા માટે જ હોય ? તેથી યેનયજ્ઞ હિંસાત્મક છે. મરણને અનુકૂળ વ્યાપાર કરવો તે હિંસા છે. શ્યનયાગ મરણાનુકૂલ વ્યાપાર છે છે તેથી તે હિંસાત્મક છે. मुक्तावली : न च मरणानुकूलव्यापारमात्रं यदि हिंसा, तदा खड्गकारस्य * कूपकर्तुश्च हिंसकत्वापत्तिर्गललग्नान्नभक्षणजन्यमरणे स्वात्मवधत्वापत्ति चेति वाच्यम्, मरणोद्देश्यकत्वस्यापि विशेषणत्वात्, अन्योद्देश्यकक्षिप्त* नाराचहतब्राह्मणस्य तु वाचनिकं प्रायश्चित्तमिति चेत् ? न, तत्र बलवद* निष्टाननुबन्धित्वस्य विध्यर्थत्वाभावात् । મુક્તાવલી : શંકાકાર : જો માત્ર મરણાનુકૂલ વ્યાપારને જ હિંસા કહેશો તો જે તે કે લુહારો તલવાર બનાવે છે તે પણ તેનો મરણાનુકૂલ વ્યાપાર જ છે, તેથી તે લુહારને જ પણ હિંસક કહેવાની આપત્તિ આવશે. અરે, જે કુવો ખોદે છે તે કુવામાં ક્યારેક કોઈની જ પડીને મરી જવાની શક્યતા છે, તેથી તે કુવો ખોદનારે પણ મરણાનુકૂલ વ્યાપાર કર્યો છે છે હોવાથી તમારે તેને પણ હિંસક કહેવો પડશે. આપત્તિ માત્ર અહીં જ અટકતી નથી, માં સાક્ષાત્ મને અને તમને પણ હિંસક માનવાની આપત્તિ આવશે, કેમકે ક્યારેક ગળામાં છે અનાદિ ફસાઈ જતાં મૃત્યુ થઈ જાય છે ત્યારે અન્ન ખાધું તો ફસાયું ને ? તેથી અન્ન અને - ખાવા રૂપ મરણાનુકૂલ વ્યાપાર પોતાના વડે જ થયો હોવાથી પોતાને જ પોતાનો હિંસક માનવાની આપત્તિ આવશે. તેથી માત્ર મરણાનુકૂલ વ્યાપારને હિંસા મનાય નહીં. આ પૂર્વપક્ષ: અમે માત્ર મરણાનુકૂલ વ્યાપારને હિંસા કહેતા નથી પણ મરણોદેશ્યક મરણાનુકૂલ વ્યાપારને હિંસા કહીએ છીએ. તેથી લુહાર, કુવો ખોદનાર કે અન્ન ખાનારને મૃત્યુનો ઉદ્દેશ જ નથી, તેથી તેનો વ્યાપાર મરણાનુકૂલ હોવા છતાં મરણોદ્દેશ્યક નથી, તેથી તે હિંસા જ ન હોવાથી તે વ્યાપારવાળાને હિંસક માનવાની જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૧) જ

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410