________________
જ ઘરમાં બેઠેલા તે માણસને એવો સાધ્યસન્દેહ પડતો નથી કે વચનં મેઘવદ્ ન વા ? આમ સાધ્યસન્દેહ જો પક્ષતા હોય તો તેના વિના પણ તે માણસને નં મેધવત્ એવી અનુમતિ થાય છે માટે વ્યતિરેકવ્યભિચાર આવે જ. એટલે સાધ્યસન્દેહ એ પણ પક્ષતા નથી, અર્થાત્ સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધચભાવને જ પક્ષતા માનવી સર્વથા યોગ્ય છે.
मुक्तावली : सिद्धौ सत्यामपि सिषाधयिषासत्त्वेऽनुमितिर्भवत्येव । अतः सिषाधयिषाविरहविशिष्टत्वं सिद्धौ विशेषणम् । तथा च यत्र सिद्धिर्नास्ति तत्र सिषाधयिषायां सत्यामसत्यामपि पक्षता ।
મુક્તાવલી : પ્રશ્ન : તમે સિષાધયિષાવિરહવિશિષ્ટ એવી જે સિદ્ધિ, તેના અભાવને પક્ષતા કેમ કહો છો ? એના કરતાં સિદ્ધભાવને જ પક્ષતા કહો ને ? કેમકે જો પર્વતમાં વહ્નિની પ્રત્યક્ષથી સિદ્ધિ જ હોય તો પર્વતમાં વસ્ત્યનુમિતિ નહિ થાય, માટે અનુમિતિ પ્રત્યે સિદ્ધિ પ્રતિબંધક છે અને ‘પ્રતિબંધકાભાવ એ અનુમિતિ પ્રત્યે કારણ બને' એ નિયમથી સિદ્ધભાવ એ અનુમિતિનું કારણ બની જશે, માટે સિદ્ધભાવને જ પક્ષતા કહો. સિચમાવસત્ત્વ (પ્રતિવન્યાસત્ત્વ) અનુમિતિમત્ત્વમ્, સિચ્માવામÒ અનુમિતિ-અસત્ત્વમ્ ।
ઉત્તર : નહિ, સિદ્ધિ હોવા છતાં પણ જો ત્યાં સિષાયિષા હોય તો અનુમિતિ થાય છે એટલે અનુમિતિ પ્રત્યે માત્ર સિદ્ધિને પ્રતિબંધક માનીએ તો આવા સ્થાને સિદ્ધિ હોવાથી અનુમતિ નિહ થવાની આપત્તિ આવે. એટલે આ આપત્તિ દૂર કરવા માત્ર સિદ્ધિને અનુમિતિ-પ્રતિબંધક ન કહેતાં સિષાધયિષાવિરહવિશિષ્ટ એવી સિદ્ધિને જ અનુમિતિ-પ્રતિબંધક કહેવી જોઈએ. જ્યાં સિષાયિષા અને સિદ્ધિ બે ય છે ત્યાં સિષાધયિષાવિરહવિશિષ્ટ સિદ્ધિ પ્રતિબંધક નથી, અર્થાત્ સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધિનો અભાવ છે માટે ત્યાં અનુમિતિ થઈ જાય. આમ માત્ર સિદ્ધિને અનુમિતિપ્રતિબંધક ન કહેતાં સિષાધયિષાવિરહવિશિષ્ટ સિદ્ધિને જ અનુમિતિ-પ્રતિબંધક કહેવી જોઈએ અને સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધભાવને પક્ષતા કહેવી જોઈએ. જ્યાં આવી પક્ષતા હોય ત્યાં અનુમિતિ થાય અને જ્યાં આવી પક્ષતા ન હોય ત્યાં અનુમિતિ ન થાય. એટલે હવે જ્યાં સિદ્ધિ નથી ત્યાં જો સિષાધયિષા હોય તો સિષાયિષાવિરહવિશિષ્ટ સિદ્ધભાવ = પક્ષતા છે જ માટે અનુમિતિ થાય અને જો ત્યાં (જ્યાં સિદ્ધિ
ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૬૦)
=