________________
(૪૬)
પૂણેમાં છે. ક્રમાંક-૦૭૯ તેનું ૧ પત્ર છે. પત્રમાં ૧૬ પંક્તિ છે. આ પ્રત પૂ.આ.શ્રીહર્ષસાગરસૂરિજી દ્વારા પ્રાપ્ત થઇ છે.
(૩.૫) સપ્તનયઅધિકા૨
આ કૃતિમાં નયોનું અલગ રીતે વર્ણન છે. તેમાં સર્વ પ્રથમ દેવસેન પંડિતે દર્શાવેલ દસ દ્રવ્યાર્થિક અને ત્રણ પર્યાયાર્થિક નયોનું નિરૂપણ કર્યું છે. ત્યાર પછી સાત નયોનું વર્ણન છે. અહીં પણ ધાર્મિક પૃષ્ઠભૂમિને નજર સમક્ષ રાખી દૃષ્ટાંત વર્ણન ક૨વામાં આવ્યું છે. અનુયોગદ્વાર સૂત્રના આધારે વસતિ અને પ્રદેશ દૃષ્ટાંતનું વર્ણન છે. જીવમાં સાતે નયોની યોજના કરી છે. સાતે નયની દૃષ્ટિએ ધર્મની વ્યાખ્યા કરી છે. સાતે નયથી સિદ્ધની વ્યાખ્યા કરી છે. અંતમાં પ્રમાણનું નિરૂપણ કર્યું છે.
સમગ્રપણે જોતાં આ કૃતિ સ્વતંત્ર નથી જણાતી. કોઈ કૃતિનો અંશ હોય તેમ જણાય છે. આ કૃતિના કર્તા અજ્ઞાત છે.
હસ્તપ્રત માહિતી
૧) સપ્તનયઅધિકાર (કર્તા-અજ્ઞાત) : આ પ્રત શ્રોફ શાંતિલાલ મણિલાલ સંગૃહીત શેઠ મણિલાલ પીતાંબરદાસ હસ્તલિખિત શાસ્ત્રસંગ્રહ, ખંભાતમાં છે. ક્રમાંક-૧૧૩/૫૦૩ છે. તેના ૧૦ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. આ પ્રત સુ. બાબુભાઇ કોલસાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
૨) આ જ કૃતિની અન્ય પ્રત વાડીના ઉપાશ્રયમાં છે. ક્રમાંક-પોથી નં.૧૬૦-પ્રત નં-૧૧૯૪. તેના ૧૫ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૨ પંક્તિ છે. પ્રતના પ્રારંભના ૭ પત્ર નથી. આ પ્રત પૂ.આ.શ્રીમુનિચંદ્રસૂરિજી દ્વારા પ્રાપ્ત થઇ છે.
(૩.૬) સપ્તનયવિચા૨-(૩)
આ કૃતિમાં નયોનું એક એક વાક્યમાં સામાન્ય વર્ણન છે. આ કૃતિના કર્તા અજ્ઞાત છે.
હસ્તપ્રત માહિતી- પટ્ટાવલી વા વિવિધ વિષયસંગ્રહ (કર્તા-અજ્ઞાત) આ પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક- ૩૨૩૦૩. પટ્ટાવલી સાથે પેટાકૃતિરૂપે છે.
(૩.૭) સપ્તભંગીસ્વરૂપ
વિષયને સંલગ્ન હોવાથી પ્રસ્તુત સંપાદનમાં સપ્તભંગીસ્વરૂપ નામની લઘુકૃતિનો પણ સમાવેશ કર્યો છે. તેમાં સંક્ષેપમાં સાત ભાંગાનું વર્ણન છે. તેના કર્તા અજ્ઞાત છે.
હસ્તપ્રત માહિતી-સપ્તભંગીસ્વરૂપ (કર્તા-અજ્ઞાત) : આ પ્રત શ્રી ગુજરાતી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ સંચાલિત હસ્તલિખિત ભંડાર, કેનીંગ સ્ટ્રીટ, કલકત્તામાં છે ક્રમાંક-૨૦૧૦ તેનું ૧ પત્ર છે. પત્રમાં ૧૭ પંક્તિ છે. આ પ્રત સુ.બાબુભાઇ સરેમલજી દ્વારા પ્રાપ્ત થઇ છે.