________________
(૨)
પ્રારંભવાક્ય અનુસાર અહીં સપ્તનયસ્વરૂપ નામ નિર્ધારિત કર્યું છે. તેનાં ૧૨ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૫ પંક્તિ છે. પ્રત વિ.સં.૧૭૮૩માં પંચરત્નવિજયજી દ્વારા ભૂજમાં લખાઇ છે.
૩) આ જ કૃતિની ત્રીજી પ્રત જૈનાનંદ પુસ્તકાલય, સુરતમાં છે. ક્રમાંક-૪૩૫૧ છે. તેના ૫ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૫ પંક્તિ છે. પ્રત વિ.સં.૧૭૫૬માં આ. શ્રી સુખમલજી ઋષિના શિષ્ય ઉદ્ધવજી ઋષિના શિષ્ય રામચંદ્રજી ઋષિ દ્વારા લખાઇ છે. આ પ્રત પૂ.આ.શ્રીમુનિચંદ્રસૂરિજી મ. દ્વારા પ્રાપ્ત થઈ છે.
) નયસ્વરૂપ : પ્રવર્તકશ્રી કાંતિવિજયજી શાસ્ત્ર સંગ્રહ જૈન પુસ્તકાલય, છાણીમાં છે. ક્રમાંક-૯૯૮ છે. તેના ૯ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૭ પંક્તિ છે. પ્રતને અંતે ભાષાવિદ્ધનય% સમક્ષ એવો ઉલ્લેખ છે. આ પ્રત મુનિશ્રી પદ્યકીર્તિવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઈ છે. (૩.૨) સપ્ટન વિચાર (૧)
આ કૃતિમાં અનુયોગ દ્વારસૂત્રની વ્યાખ્યા રૂપે ગુજરાતી ભાષામાં નયનો વિચાર પ્રસ્તુત છે. તેના કર્તા આ.શ્રી પાર્શ્વચંદ્રસૂરિજી વિષે ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧માં આ પ્રમાણે જણાવ્યું છે.
પાર્થચંદ્ર-રાજ.ઈ.૧૪૮૧/સં.૧૫૩૭, ચૈત્ર સુદ ૯, શુક્રવાર-અવ.ઈ.૧૫૫૫/સં.૧૬૧૨, માગસર સુદ ૩, રવિવાર) બૃહત્ નાગોરીગચ્છના જૈન સાધુ. પાયચંદ/પાર્જચંદ્રગચ્છના સ્થાપક. આ.શ્રી પદ્મપ્રભસૂરિની પરંપરામાં બા.શ્રી સાધુરત્નસના શિષ્ય. જન્મ આબુની તળેટીમાં આવેલા હમીરપુરમાં. જ્ઞાતિએ વિસા પોરવાડ. પિતા વેલગ/ વેલ્ડગ/વેલા નરોત્તમ શાહ. માતા વિમલાદેવી. બાળપણનું નામ પાસગંદકુમાર.ઈ.૧૪૯/સં.૧૫૪૬, વૈશાખ સુદ ૩ના રોજ સાધુરત્ન દ્વારા દીક્ષા પ્રાપ્ત કરી. દીક્ષા પછી પાર્જચંદ્ર નામ. પડાવશ્યક પ્રકરણાદિ, વ્યાકરણ, કાવ્ય, કોશ, નાટક, ચંપ, સંગીત, છેદ, અલંકાર, ન્યાય, યોગ, જ્યોતિષ, કૃતિ, સ્મૃતિ, ષડ્રદર્શનો તથા જૈન ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને તપસ્વી. તેમને ઉપાધ્યાયપદ ઈ.૧૪૯૯/મં.૧૫૫૪, વૈશાખ સુદ ૩ના રોજ નાગોરમાં અને આચાર્યપદ ઈ.૧૫૦૯/મં.૧૫૬૫, વૈશાખ સુદ ૩ના રોજ સલક્ષણ(શંખલ)પુરમાં શ્રીમન્નાગપુરીય તપાગચ્છાધિરાજ સોમવિમલસૂરિ દ્વારા આપવામાં આવેલું. ઈ.૧૫૧૩માં તેઓ યુગપ્રધાનપદ પામ્યા હતા. તેમણે વ્યાપક રીતે વિહાર કરી જૈન ધર્મનો બહોળો પ્રચાર કર્યો હતો. તેમનો શિષ્યસમુદાય વિશાળ હતો. તેમનું અવસાન જોધપુરમાં થયું હતું.
ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧માં આ કૃતિ સંભવતઃ 'પદ્રવ્ય સ્વભાવ નય વિચાર’ નામે નોંધાયેલી છે અને તે મુદ્રિત હોવાનો ઉલ્લેખ છે. કૃતિનું અંતરંગ કલેવર જોતા તેમાં પદ્રવ્યનો સંદર્ભ દેખાતો નથી.
હસ્તપ્રત માહિતી
૧) સપ્ટન વિચાર (કર્તા-પૂ.આ.પાર્થચંદ્રસૂરિ) : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. ક્રમાંક-૬૦૬. તેના ૭ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૧ પંક્તિ છે. આ પ્રત સુ.બાબુભાઈ સરેમલજી દ્વારા પ્રાપ્ત થઈ છે. પ્રત શુદ્ધપ્રાયઃ છે.