________________
(૨૨)
(૧૧) નેમરાજુલગુણ વર્ણન (૧૧ કડી), (૧૨) નિગોદવિચારગર્ભિત મહાવીર-સ્તવન' ટબા સાથે, (૧૩) “પાર્શ્વનાથ દશગણધર-સક્ઝાય'(૮ કડી), (૧૪) “પાર્શ્વનાથના એકાદશ ગણધરની સઝાય'(૬ કડી), (૧૫) “મહાવીર-ગણધરસઝાય” (૭ કડી), (૧૬) “વીશી' (મુ), (૧૭) “વિંશતિ સ્થાનક વિધિગર્ભિત-સઝાય', (ર૪ કડી, રાઇ. ૧૭૨૪), (૧૮) ‘વીરભક્તિ” નામક બે રચનાઓ (૪ અને ૫ કડી,મુ) તથા (૧૯) ‘સૂર્યમંડન પાર્શ્વનાથ-સ્તવન” (મુ.)
આ કવિની રચનાઓ છે. આ ઉપરાંત તેમણે હિન્દી અને સંસ્કૃત ભાષામાં પણ સ્તવન, સક્ઝાયની રચના કરી છે.
અહીં કૃતિસૂચીમાં સપ્તનયવિચાર ગર્ભિત વીર જિનસ્તવનનો ઉલ્લેખ નથી તેથી આ કૃતિ અપ્રગટ છે તેમ માનવાને કારણ છે. આ કૃતિમાં નયોનો સામાન્ય પરિચય પ્રસ્તુત છે. સાતનયના અર્થો પ્રસ્થક, વસતિ અને પ્રદેશ દૃષ્ટાંત દ્વારા અહીં સમજાવ્યા છે. અંતે સાતેય નયનો સામાન્યાર્થ જણાવતા આઠ સંસ્કૃત શ્લોક નવા રચીને પ્રસ્તુત કર્યા છે. તે આ કૃતિની વિશેષતા છે.
હસ્તપ્રત માહિતી-સપ્તનય સહ બાલાવબોધ : આ પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક- ૧૫૭૮૧. આ પ્રત બાલાવબોધ સાથેની છે. તેના ૧૨ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૭ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૭ અક્ષર છે. શુદ્ધપ્રાયઃ છે. (૨.૩) નયવિચાર સજઝાય
આ કૃતિ પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.એ રચી છે. તેની તેર કડી છે તેની પ્રત ૧૭૮૮માં માસુ રના દિવસે કર્તાના શિષ્ય લખી છે.) આ કૃતિમાં નયોનો સામાન્ય પરિચય પ્રસ્તુત છે. ગુર્જર સાહિત્ય સંગ્રહમાં મુદ્રિત થઈ છે.'
હસ્તપ્રત માહિતી-સપ્તનયસઝાય (કર્તા- પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.) આ પ્રત શ્રી જૈનશાલા સંસ્થાપિત શ્રીનીતિવિજય શાસ્ત્રસંગ્રહ, ખંભાતમાં છે. ક્રમાંક-૪૭૮/૩૯૮૫ છે. તેનું ૧ પત્ર છે. પત્રમાં ૧૦ પંક્તિ છે. આ પ્રત સુ. બાબુભાઇ કોલસાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
૧. જૂઓ ગુર્જર સાહિત્ય સંગ્રહ આવૃત્તિ-૩ સંપ્રદ્યુમ્ન સૂ.મ.વિ.સં-૨૦૬૧ પ્રકા. શ્રુતજ્ઞાન પ્રસારક સભા પૃ.૪૮૯ ૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ આવૃત્તિ-૩ સંપ્રદ્યુમ્ન સૂ.મ.વિ.સં-૨૦૬૧ પ્રકા. શ્રુતજ્ઞાન પ્રસારક સભા પૃ.૪૮૯