Book Title: Nayamrutam Part 02
Author(s): 
Publisher: Shubhabhilasha Trust

View full book text
Previous | Next

Page 12
________________ મહાવી૨ જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક- ૧૦૭૭૮. આ પ્રત બાલાવબોધ સાથેની છે. તેના ૨૪ ૫ત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૬ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૩૯ અક્ષ૨ છે. શુદ્ધપ્રાયઃ છે. (?) ૩) સપ્તનયવિવ૨ણ રાસ સહ બાલાવબોધ : આ પ્રત જૈન સંઘ હસ્તપ્રતસંગ્રહ, માંડલમાં છે. ક્રમાંકપોથી-૩૩, પ્રત-૪૩૮. પ્રત શુદ્ધ છે. તેના ૨૯ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૬ પંક્તિ છે. પ્રત્યેક પંક્તિમાં ૪૪ અક્ષર છે. આ પ્રત પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મ.(પાર્શ્વચંદ્ર ગચ્છ)ની પ્રે૨ણા દ્વારા પ્રાપ્ત થઇ છે. નય જેવા ગંભીર વિષયને સરળ ભાષામાં ૨જૂ ક૨તી આ કૃતિનો વર્તમાન ગુજરાતી ભાષામાં અનુવાદ થાય તો વર્તમાન જિજ્ઞાસુઓને ઘણો લાભ થશે. સમયાભાવે એ કામ અહીં થઇ શક્યું નથી. પરિશિષ્ટમાં ઉદ્ધરણ સૂચિ તેમ જ શબ્દસૂચિ પ્રસ્તુત કરી છે. તેથી પ્રસ્તુત કૃતિના અભ્યાસમાં સહાય થશે. (૨.૨) સપ્તનયવિચાર ગર્ભિત વી૨ જિનસ્તવન સહ બાલાવબોધ આ કૃતિ પૂજ્ય તપગચ્છના પંડિત ઉત્તમસાગરના શિષ્ય શ્રી ન્યાયસાગરજી મ.એ રચી છે. બાલાવબોધની રચનાશૈલી જોતા તે સ્વોપન્ન જણાય છે. તેના કર્તા વિષે ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧માં ન્યાયસાગર નામના પાંચ કૃતિકારોનો ઉલ્લેખ મળે છે. તેમાં આ કૃતિના કર્તા ન્યાયસાગરજી બીજા છે. ન્યાયસાગ૨–૨ [ જ. ઇ. ૧૬૭૨/ સં. ૧૭૨૮, શ્રાવણ સુદ ૮- અવ. ઇ. ૧૭૪૧/સં. ૧૭૯૭ ભાદરવા વદ ૮] તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગર ઉપાધ્યાયની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. મૂલ નામ નેમિદાસ. ભિન્નમાલમાં ઓસવાલ જ્ઞાતિમાં જન્મ, પિતાનું નામ મોટો સાહ. માતાનું નામ રૂપા. તેમણે કેસરિયાજીમાં દિગંબર સંપ્રદાયના નરેન્દ્રકીર્તિ સાથે વાદવિવાદ કરી તેમનો પરાભવ કરેલો. ઢૂંઢકોનો પણ તેમણે પરાભવ કરેલો. તેમનું અવસાન અમદાવાદમાં થયેલું. (૧) (૨) ‘સમ્યકત્વ વિચા૨ગર્ભિત મહાવી૨-સ્તવન’ (૬ ઢાલ,૨.ઇ.૧૭૧૦/ સં. ૧૭૬૬, ભાદરવા સુદ ૫, મુ.), ‘સમ્યકત્વ વિચા૨ગર્ભિત મહાવી૨-સ્તવનનો બાલાવબોધ (૨.ઇ.૧૭૧૮), ‘સપ્તશતિજિન-સ્તવન’ (૫૬ કડી,૨.ઇ.૧૭૨૪), (૩) (૪) પિંડદોષવિચાર-સજ્ઝાય’ (૨.ઇ. ૧૭૨૫), (૫) (૬) મહાવીર રાગમાલા-પ્રશસ્તિ’ (૨.ઇ.૧૭૨૮/ સં.૧૭૮૪, આસો વદ ૧૩), ‘બારવ્રત-રાસ’ (૨.ઇ.૧૭૨૮/૧૭૩૩/ સં.૧૭૮૪/૧૭૮૯, આસો વદ ૩૦), ‘આશાતના-સઝાય’(૬ કડી), (૮) ‘આદિજિન-વિનતિ’ (૨૭ કડી, મુ.) (૯) (૧૦) બે ચોવીસી (મુ.), ચૈત્યદ્રવ્યભક્ષણ/૨ક્ષણ ફલદૃષ્ટાંત-સજ્ઝાય’,

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 202