________________
(૩)
(૨.૪) નયની અપેક્ષાએ સામાયિક (સામાયિક નય) સ્વાધ્યાય
આ કૃતિ પણ પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મ.એ રચી છે. તેની આઠ કડી છે. સાત નયની અપેક્ષાએ સામાયિક કોને કહેવાય? તેનું વિવરણ અહીં કર્યું છે. ગુર્જર સાહિત્ય સંગ્રહમાં મુદ્રિત થઈ છે.' (૨.૫) સપ્તનય દૃષ્ટાંતિક સીમંધર જિનસ્તવન
આ એક પદ્યાત્મક કૃતિ છે. તેની તેર કડી છે. તેના કર્તા હીરાચંદ શેષકરણ ભણસાલી છે. અહીં નયની વ્યાખ્યા તેમ જ દૃષ્ટાંત પ્રસ્તુત થયા છે. દાર્શનિક પૃષ્ઠભૂમિ ૫૨ નયનું વિવરણ ક૨વાનો કર્તાએ પ્રયાસ નથી કર્યો. પણ ધાર્મિક-આધ્યાત્મિક ભૂમિકાએ નય ૨જૂ કર્યા છે. જેથી ધર્મ કોને કહેવાય? ક્યા ધર્મને કયો નય માને? કયો નય પરિણામ રૂપ ધર્મ માને વગેરે બાબતો સ્પષ્ટ થઈ છે.
આ સ્તવન શ્રીચતુર્વિંશતિ જિન સ્તવનાવલી વિ. સં. ૧૯૬૩માં પેજ નં. ૮૮-૯૫ નંબરના પેજ ઉ૫૨ પ્રકાશિત થયું છે. આ કૃતિ આ. શ્રી કૈલાસસાગરસૂ. જ્ઞાનમંદિર, કોબાથી પ્રાપ્ત થઇ છે.
ખંડ ૩ ગદ્યાત્મક ગુજરાતી કૃતિ
(૩.૧) સપ્તનયસ્વરૂપ
આ કૃતિ સપ્તનયવિચાર, સપ્તનયસ્વરૂપ વિચાર, સપ્તનય બાલાવબોધ જેવા અનેક નામે મળે છે. તેના કર્તા શ્રી મતિચંદ્રજી છે. પૂજ્ય મતિચંદ્રજી નામે ત્રણ વિદ્વાન થયા છે. તેમાનાં કયા વિદ્વાને આ કૃતિ રચી તે નિશ્ચિત કહી શકાતું નથી.
આ એક નિબંધાત્મક કૃતિ છે. તેમાં ઉદાહરણ સાથે નય સમજાવ્યા છે. પ્રસ્થક, વસતિ અને પ્રદેશ દૃષ્ટાંતની ઘટના ક૨ી છે. અંતિમ શ્લોકમાં પોતાનું અભિધેય સપષ્ટ કર્યું છે કે સપ્તનયના અર્થો સદૃષ્ટાંત અહીં સમજાવ્યા છે.
હસ્તપ્રત માહિતી
૧) સપ્તનયસ્વરૂપ (કર્તા-પૂ.મતિચંદ્ર) : શ્રીમોહનલાલજી મ. જૈન લાયબ્રેરી, મુંબઇ. ક્રમાંક-૮૭૬. તેના ૧૪ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. પ્રત નવી લખેલી લાગે છે. શુદ્ધપ્રાયઃ છે. આ પ્રત સુ. પ્રદીપભાઇ સોનાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
૨) આ જ કૃતિની બીજી પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક-૦૬૪૪૯. સૂચિપત્રમાં સપ્તનયક્રમના નામે છે. ખરી રીતે સપ્તનયચક્ર નામ હોવાની સંભાવના વધુ છે. મહાવી૨ જૈન વિદ્યાલય, મુંબઇની પ્રત કરતા આ પ્રતમાં પાઠ અલગ અને વધુ છે. કૃતિના
૧. ગુર્જર સાહિત્ય સંગ્રહ આવૃત્તિ-૩ સં.પ્રદ્યુમ્ન સૂ.મ.વિ.સં-૨૦૬૧ પ્રકા. શ્રુતજ્ઞાન પ્રસારક સભા પૃ.૪૯૧ ૨. જૂઓ ગુજરાતી સાહિત્ય કોશ ખંડ ૧ પૃ.૨૯૨