________________
(?)
૨) આ જ કૃતિની અન્ય પ્રત આ. શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર મહાવીર જૈન આરાધના કેંદ્ર, કોબામાં છે. ક્રમાંક-૦૬૩૯૯૯. આ પેટાકૃતિ છે. સૂચિપત્રમાં ગુણસ્થાનક-પદ્ભવ્યાદિવિચારના નામે છે. પત્રાંક ૨-અથી ૫-અ સુધી આ કૃતિ છે. તેને અંતે કર્તા તરીકે પૂ.આ.શ્રીપાર્શ્વચંદ્રસૂરિજીમ.નો ઉલ્લેખ છે. તેના ૭ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૮ પંક્તિ છે. શુદ્ધપ્રાયઃ છે.
૩) આ જ કૃતિની ત્રીજી પ્રત સંવેગી ઉપાશ્રય હસ્તપ્રતસંગ્રહ, વઢવાણમાં છે. ક્રમાંક-ડા.૬, પો.૧૮, પ્ર.૪૭૨. તેના ૩ પત્ર છે.પ્રત્યેક પત્રમાં ૧૮ પંક્તિ છે. પ્રત વિ.સં.૧૭૭૧માં વૈશાખ સુદ છઠના દિવસે ઋષિ વેલજીના શિષ્ય ઋષિ કાનજીના શિષ્ય ઋષિ ભોજાજી દ્વારા ધોરાજીમાં લખાઇ છે. આ પ્રત. પૂજ્ય મુનિરાજ શ્રીનયનરત્નવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઇ છે.
૪) આ જ કૃતિની ચોથી પ્રત સંવેગી ઉપાશ્રય હસ્તપ્રતસંગ્રહ, વઢવાણમાં છે. ક્રમાંક-પોથી-૪૦ પ્રત૨૧. તેના ૫ પત્ર છે. પ્રથમ પત્ર નથી. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. આ પ્રત. પૂજ્ય મુનિરાજ શ્રીનયનરત્નવિજયજી મ. દ્વારા પ્રાપ્ત થઇ છે. પ્રત સંશોધિત અને શુદ્ધપ્રાયઃ છે.
(૩.૩) સપ્તનય વિચા૨ (૨)
આ કૃતિમાં પણ અનુયોગદ્વાર સૂત્રના આધારે સપ્તનયનું સંક્ષિપ્ત વિવરણ છે. અહીં અલગ અલગ દૃષ્ટાંતોમાં નયોની યોજના કરી છે. નવતત્ત્વમાં નયોની યોજના કરી છે. છ દ્રવ્યોમાં નયોની યોજના કરી છે. તેમ જ અંતે સાત નયથી આઠ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. જીવ કર્મનો કર્તા કેવી રીતે?, ભોક્તા કેવી રીતે ?, સ્વરૂપનો કર્તા કેવી રીતે?, સ્વરૂપનો ભોક્તા કેવી રીતે? જીવ કર્મનો અકર્તા કેવી રીતે?, કર્મનો અભોક્તા કેવી રીતે?, સ્વરૂપનો અકર્તા કેવી રીતે?, સ્વરૂપનો અભોક્તા કેવી રીતે?. કૃતિના કર્તા અજ્ઞાત છે. કૃતિમાં અત્ર તત્ર તેમની નમ્રતા ઉડીને આંખે વળગે છે. અંતમાં કર્તા કહે છે. 'આ નયોની યોજના મે મારી બુદ્ધિ અનુસા૨ ક૨ી છે. તેમાં કંઈ ખોટું લાગે તો જ્ઞાનીને પૂછી લેજો. તમે જો મા૨ા ક૨તા સારી=સવાઈ યોજના કરો તો મારૂં જ્ઞાન વધશે. મારૂં જ્ઞાન તો પૂછતાં વાંચતાં જ ખૂલે છે. નયનું જ્ઞાન ગહન છે. મને સમજ પડી તેમ લખ્યું છે.' કૃતિની ભાષા મારવાડી છાંટ ધરાવે છે.
હસ્તપ્રત માહિતી-સપ્તનયવિચા૨ (કર્તા-અજ્ઞાત) : આ પ્રત શ્રીજૈનશાલા સંસ્થાપિત શ્રીનીતિવિજયશાસ્ત્રસંગ્રહ, ખંભાતમાં છે. ક્રમાંક- ૪૬૮/૩૮૨૧ તેના ૫ પત્ર છે. પ્રત્યેક પત્રમાં ૧૩ પંક્તિ છે. પ્રત વિ.સં.૧૯૦૬માં શ્રીદોલતવિજયજી દ્વારા લખાઇ છે. આ પ્રત સુ. બાબુભાઇ કોલસાવાલા દ્વારા પ્રાપ્ત થઇ છે.
(૩.૪) સપ્તનયવિચારપત્ર
આ કૃતિમાં નયોનું સામાન્ય વર્ણન છે. જીવદ્રવ્યમાં સાતે નયોની યોજના કરી છે. આ કૃતિના કર્તા અજ્ઞાત છે.
હસ્તપ્રત માહિતી-સપ્તનયવિચા૨પત્ર (કર્તા-અજ્ઞાત) : આ પ્રત શ્રીવર્ધમાન જૈનઆગમમંદિર તીર્થ,