________________
શ્રદ્ધા-પ્રતીતિ થાય ત્યારે સમ્યક્તના લક્ષણો (શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય) નું સંવેદન કરે. જેમકે અગ્નિમાં ઉષ્ણતાનું સંવેદન થાય તો અગ્નિ કહેવાય, તે જ રીતે પાણીમાં શીતળતાનો અનુભવ થાય તો પાણી તરીકેના શેયનું જ્ઞાન સંવેદન થાય. જિનવચનના શ્રદ્ધાના પરિણામથી તે જીવ તરીકે સ્વીકારાય તો તેમાં અનુકંપા અનુભવાય. હવે મારા વડે અપકાય, વાયુકાયના અસંખ્ય જીવોને પીડા અપાઈ રહી છે તેનો પશ્ચાત્તાપ થાય તો અપકાય, વાયુકાયના જીવોનો જીવ તરીકે આપણા આત્મામાં સ્વીકાર થયો કહેવાય અને તેના પરિણામ થકી અનુકંપાનો જે પરિણામ જીવના અસ્તિત્વના સ્વીકારરૂપ પ્રગટ થયો તે સમ્યગ્રદર્શનનો ગુણ પ્રગટ થયો કહેવાય. અઈમુત્તા મુનિ માત્ર પણગ-દશ પદની અર્થ વિચારણાથી આસ્તિકમાંથી ઉત્પન્ન થયેલી અનુકંપાથી કેવલજ્ઞાન સુધી પહોંચ્યા.
સિદ્ધાવસ્થા સ્વરૂપે શુદ્ધ એવા જીવની સમ્યગદર્શન એ બીજભૂત અવસ્થા છે. આથી સમ્યગદર્શનના પ્રથમ પાયા આસ્તિક પર આવવા આત્માના સ્વરૂપનું ચિંતન જરૂરી છે.
રૂપાતીત સ્વભાવ જે કેવળ દંસણ નાણી રે, તે ધ્યાતા નિજ આભા હોય સિદ્ધ ગુણખાણી." ધ્યાનયોગમાં પણ સૌ પ્રથમ આત્માના સ્વરૂપનું આલંબન લેવાનું છે. નિજ આત્માનું ધ્યાન ત્યારે જ કરી શકાય જો આત્માના સ્વરૂપનું જ્ઞાન હોય, વર્તમાનમાં નિજ આત્મા કર્મ, કાયા અને કષાયના સંયોગ સંબંધવાળો અશુદ્ધ દશાને પામેલો છે અર્થાત્ અજીવમય-જીવાજીવ, રૂપમય-રૂપારૂપ, યોગમય-યોગાયોગરૂપ અવસ્થાને પામેલો છે, જેથી પુદ્ગલમય સંસારી અવસ્થાને પામેલા આ આત્માનો સર્વજ્ઞ દષ્ટિ પ્રમાણે નિશ્ચય કરવા સર્વજ્ઞ કથિત અજીવ દ્રવ્યનું પણ જ્ઞાન જરૂરી છે.
અજીવ તત્વ | 3