Book Title: Navtattva Part 01
Author(s): Vijayravishekharsuri
Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust

View full book text
Previous | Next

Page 6
________________ સચોટ ઉપાય રૂપ છે. જિન શાસનને સમજવા "નવતત્વનો અભ્યાસ– "નિશ્ચય-વ્યવહાર" થી થાય અને તેના ફળશ્રુતિરૂપે નવતત્ત્વ જ્ઞાનથી – "વિવેક બુધ્ધિ – "હેય-ઉપાદેય' ભાવ પ્રગટે. નિશ્ચયથી જીવ દ્રવ્ય ઉપાદેય અને અજીવ દ્રવ્ય (પુદ્ગલ દ્રવ્ય) હેય લાગે તો જ્ઞાન તત્ત્વરૂપે આત્માને પૂછ્યું કહેવાય. પુદ્ગલ દ્રવ્યને વિષે સહજ ઔદાસિન્ય અને જીવ દ્રવ્ય પર સહજ પ્રેમ–આદર–બહુમાનનો ભાવ એ જ્ઞાન-સ્પર્શશાન બન્યું તો જ્ઞાન આત્મામાં પરિણત કહેવાય નહીં તો નવપૂર્વનું જ્ઞાન પણ જાણકારી જ કહેવાય. નવતત્ત્વના જ્ઞાન વડે આત્માને સ્વાત્માની પ્રતિતી થાય તે માટે નવતત્ત્વનું તેમાં માત્ર પ્રથમ જીવતત્ત્વ-૭ ગાથા સુધી તે નિશ્ચય અને વ્યવહારથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે. જ્ઞાનાચારાદિ પાંચ વ્યવહાર વડે નિશ્ચયરૂપ જ્ઞાનાદિ પાંચ ગુણો પ્રગટ થાય. આથી વ્યવહાર અને નિશ્ચય રૂપે જ્ઞાનાદિગુણોનું સ્પષ્ટિકરણ તથા કર્મકૃત પર્યાપ્તિએ. વ્યવહાર આવશ્યક અને તે દૂર કરવા જ્ઞાનીકૃત (સર્વજ્ઞ કથિત) પચ્ચખાણાદિ આવશ્યક અને આત્માની સત્તામાં રહેલા નિશ્ચયરૂપ છ આવશ્યકનું વિસ્તારથી સ્પષ્ટિકરણ કરવાનો પ્રયાસદેવગુરુના કૃપાબળે યત્કિંચિત કર્યો છે. તો તત્ત્વજિજ્ઞાસુ જીવો વ્યવહાર–નિશ્ચય દષ્ટિ લક્ષ કરી સમજવાનો પ્રયાસ કરે તેમાં જે કંઈ ક્ષતિ જણાય તે સુધારીને વાંચે અને તે ક્ષતિઓ જણાવી કૃપા કરે જેથી ભવિષ્યમાં સુધારી શકાય. જિનાજ્ઞાની આશય વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ક્ષમા કરશો. નીલમ વિહાર, પાલિતાણા -આચાર્ય રવિશેખરસૂરિ નવતત્વ // ૪

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 332