Book Title: Navtattva Part 01 Author(s): Vijayravishekharsuri Publisher: Jhalawad Jain S M P Tapagaccha Sangh Trust View full book textPage 5
________________ પ્રસ્તાવના પરમ બ્રહ્મચર્યનિષ્ઠસિધ્ધાંત મહોદધિ પરમ પૂજ્ય શ્રીમદ પ્રેમસૂરિ– મહારાજના પટ્ટધર નિઃસ્પૃહ શિરોમણી પ. પૂ. હિરસૂરિશ્વરજી મ.ના આશીષને પામેલા અંતેવાસી વર્ધમાન તપોનિધિ પ. પૂ. ગચ્છસ્થવીર શ્રી લલિતશેખરસૂરિજી મ.ના અંતેવાસી અનેક ગ્રંથના ભાવાનુવાદક ૫. પૂ. આચાર્ય ગુરુદેવશ્રી રાજશેખરના પાવન સાનિધ્યમાં મતિથી જડ, સ્વાધ્યાયથી વિમુખ બીજા માસતુષ તુલ્ય એવા મને તત્ત્વરસની રુચિ જગાડી તથા દાદા ગુરુદેવશ્રી પૂ. લલિતશેખરસૂરિ મ.સા.એ વર્ષો સુધી કંટાળ્યા વિના જીવવિચાર– નવતત્ત્વનો અભ્યાસ પુનરાવર્તન કરાવી નવતત્ત્વને એવા આત્મસાત્ કરાવ્યા જેના કારણે "નવતત્ત્વ" પર વાચના આપવા હું ભાગ્યશાળી બન્યો. મહાશાસન પ્રભાવક રક્ષક એવા પરમ પૂજ્ય શ્રીમદ રામચંદ્રસૂરિશ્વરજી મ.સા.એ પણ શ્રાવક–શ્રાવિકાઓને "નવતત્ત્વ"ના અભ્યાસનો ખાસ ભાર આપેલ. "નવતત્ત્વ"થી જ સમકિત અને સમકિતથી જ મનુષ્યની સફળતાનો આરંભ શક્ય થાય. તેથી મેં પણ ચાર્તુમાસમાં નવતત્ત્વની વાચનાને પ્રધાન આરાધના કરવાનો લક્ષ કર્યો. સૌ પ્ર।"ભીવંડી" મુકામે 'આરાધના ભવનમાં' નવતત્ત્વની વાંચનાનો આરંભ થયો પણ ભગવતીના જોગમાં પ્રવેશવાના કારણે માત્ર ૧૫ દિવસ થઈ. ત્યાર પછીના બધા ચાર્તુમાસમાં (નવસારી, વડોદરા, મુલુંડ, બોરીવલી, પાલિતાણા, સુરેન્દ્રનગર, રાજકોટ અને જામનગર ખાતે જે વાચના થઈ તે વાચના સાધ્વીશ્રી કૈવલ્યરત્નાશ્રીજી, બીજા પણ સાધ્વીજીશ્રીઓ તથા શ્રાવક-શ્રાવિકાએ તે નોંધ રૂપે લખી તે વાચનાઓના સંગ્રહને સુધારા–વધારા પૂર્વક સંકલન કરીને "નવતત્વ"ની પ્રથમ આવૃત્તિ "નવતત્ત્વ યાને આત્માનું સ્વરૂપ વિજ્ઞાન" વિ.સ. ૨૦૦૦માં બહાર પડી. તે અપ્રાપ્ય થતાં આ બીજી આવૃત્તિ બહાર પડી રહી છે. જિનશાસન "સ્યાદ્વાદ" નિશ્ચય-વ્યવહાર સમન્વયરૂપ વિશ્વના પૂર્ણ સત્ય રૂપ અને આત્માની પૂર્ણ શુધ્ધ સત્તાગત સિધ્ધાત્માને પ્રગટાવવાના નવતત્ત્વ // ૩Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 332