________________
છત્રછાયા તળે રાજ્યકારભાર કરતા હતા. પણ તેઓ પ્રતાપિ અને પિત પિતાની રાજસીમાના સ્વતંત્ર સત્તાધીશ હતા, હર્ષદેવના સામ્રાજ્ય કાળ દરમ્યાન ચીની યાત્રી “હયુએન્તસંગ.”૧ ભારતવર્ષની પુણ્ય ભૂમિની યાત્રાએ આવ્યો, એ બૌદ્ધ ભક્ત હતો. દક્ષિણાપથથી નર્મદા તટે ભૃગુકચ્છ આવ્યો હતો, ત્યારે “રેવા” તટે ભરૂચમાં ગૂર્જર “જયભટ્ટ” રાજ્ય કરતું હતું, ભરૂચનું વર્ણન એના નિર્માણ કરેલાં “સી યુ કી” નામના ગ્રન્થમાં મળે છે, ભરૂચથી ઉજજૈન થઈ સૌરાષ્ટ્ર (કાઠીયાઆવડ) અને વલ્લભી ગયો હતે, ભારત વર્ષના એ કાળની ઐતિહાસિક હકિકત આધાર ભૂત મનાય છે, ભૌગોલિક દષ્ટિએ એનાથી ઉપરાંત કોઈ પણ પુસ્તક નથી. એ ગ્રન્થમાં પણ ખંભાત નગર કે બંદરનું નામ નથી.
ઈશુના સાતમાં આઠમાં શતકમાં વલ્લભીના રાજ્યને અન્ત આવ્યો અને ભરૂચની ગૂર્જર સત્તારૂપી સૂર્ય પણ અસ્ત પામ્ય ચાવડાવંશના પ્રતાપિ વનરાજે અણહિલપુર પાટણની સ્થાપના કરી, ભિન્નમાળમાં પ્રતિહાર-પડિહાર વંશને નાગાવલેક–નાગભટ્ટ રાજકારભાર કરતો હતો, એની આણા ભરૂચમાં હતી, એમ એના પ્રતિનિધિ
ભતૃવધ” ના વિ. સં. ૮૧૩ ના તામ્રપત્ર પરથી સિદ્ધ થાય છે, દક્ષિણમાં ચૌલુક્યો એચકે રાજ્ય કરતા હતા. એના વંશને પ્રતિનિધિ
પુલકેશી વિગેરે નવસારીકા-નવસારી, અને તાપીના પ્રદેશના શાસક હતા, ખેડાના તામ્રપત્ર પ્રમાણે તેઓનો અમલ લાટદેશમાં પણ હતો, ‘જનાશ્રય” ના નવસારી દાનપત્ર પરથી છે જાણવા મળે એણે મુસલમાનની હુમલાને પાછી વાળ્યો હતો, આ મુસલમાની હુમલા પૂર્વે બીજા “ખલીફના સમયમાં એ વખતના પ્રખ્યાત બંદરો થાણા અને ભરૂચ ૧ “હયુએન્તસંગ” ના જન્મ વિષે બે મત છે સ્મિથના માતાનુસાર ઈ. સ.
૬૦૦ માં જન્મ્યો હતો, ૧૩ વર્ષની વયે ભિક્ષુ બન્યો. અને ઇ. સ. '૬૨૮ થી ૬૪૫ સુધી ભારત વર્ષની યાત્રા કરી, સ્વદેશ ગયો ત્યારે ૬પ૭ પુસ્તકે સાથે લઈ ગયો હતો. એ યાત્રી બૌદ્ધ મહાયાન સંપ્રદાયનો મહાન પ્રચારક હતા. તથા હર્ષદેવે સાથે કેટલાક મહિના રહ્યો હતો, એના નિર્માણ કરેલા “સીયુકી' નામના ગ્રન્થનું ટ્રાન્સલેશન” સેમ્યુઅલબીલ મહાશયે * Buddhist Recoros of the Western world' 1440 બે ઘૂ. માં આપ્યું છે, ૬૬૪ માં યુએન્તમાંગનું મરણ થયું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org