Book Title: Khambat no Prachin Jain Itihas
Author(s): Narmadashankar T Bhatt
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust

View full book text
Previous | Next

Page 12
________________ સાતવાહનું પ્રબળ સામ્રાજ્ય હતું. પરીપ્લેસ ઓફ ધી યુરેથ્રીથન સી” ના લેખક પ્રમાણે (ઈ. સ. ૮૦) સૌરાષ્ટ્ર બારૂગાઝાને અખાત (ખંભાતનો અખાત) ભૃગુકચ્છ વિગેરે પશ્ચિમ કાંઠાના મુખ્ય બંદરના નામ અને નર્મદા અને મહી નદીના નામ તે ગ્રન્થમાં દૃષ્ટિગોચર થાય છે. સુપ્રસિદ્ધ ભૂગોળવેતા ટેલેમી.૭ (Tolemy) (ઈ. સ. ૧પ૦) સૌરાષ્ટ્ર માંગળ, ભરૂચ, બંદરના નામે આપે છે પણ ખંભાત બંદરનું નામ નિશાન નથી. મહાક્ષત્રય રૂદ્રદામાના કાળથી (. સ. ૧૫૦ ) ગુપ્ત સામ્રાજ્યના અંત પર્યત સૌરાષ્ટ્ર અને ભરૂચ ગુજરાતના મુખ્ય નગરો અને વ્યાપારી બંદર તરિકે જાણીતા હતા. ગુપ્ત સામ્રાજ્યના અસ્તકાળે-ઈશુના પાંચમાં છઠ્ઠા શતકમાં વલ્લભીવળી અને મૈત્રક વંશના ભટ્ટારકની એપમાં ઇતિહાસ પટ પર જણાવે છે, કાળવશાત્ વલભીનું રાજ્ય બળવાન બન્યું. તેઓનું નૌકા સન્ય વલ્લભીના સાગર તટે હતું. છઠ્ઠી શતકમાં કનાજને પ્રતાપિ “હર્ષવદ્ધન” સ્વસામ્રાજ્યને પાયે નાંખતો હતો, એ કાળે હૃગુકચ્છમાં ગૂર્જર દદાઓનું શાસન હતું વલ્લભી અને ભરૂચિ ગૂર્જર દદ્દાઓ હર્ષદેવની ૧ પરીપ્લસ શબ્દ સામાન્ય રીતે એ સમયે વહાણવટીઓના પ્રવાસ ગ્રન્થ નૌકા શાસ્ત્રના નકશા વિગેરે અર્થને ઘોતક હતો, પરીપ્લસનો ટાઈમ મી. સ્કફ અને મિથ ઈ. સ. ૬૦ થી ૮૦ ને આંકે છે અને શોધકોએ માન્ય રાખેલ છે. આ ગ્રન્થ કર્તાએ ભારત વર્ષના આખાય સમુદ્ર તટની યાત્રા કરી હોય એમ જણાય છે આ ગ્રન્થનો અંગ્રેજી અનુવાદ મૈકકિડલ મહાશયે “ઇડિઅન એંટિકવેરી” ના ૮ મા વોલ્યુમમાં પૃ ૧૦૭૮૫૧ સુધી આપે છે. ૨ તે સમયમાં આફ્રિકાના કીનારાથી પૂર્વને આબે સાગર “ઈરીશ્રીઅન સી ના” નામથી ઓળખાતો હતે. ૩ ટોલેમીની જન્મભૂમિ અને જન્મવર્ષ માટે ઇતિહાસનું પાનું કે રે છે, ઉક્ત મહાશયે ભૂગોળની અતિ મહત્વની પુસ્તક લખી છે. પરંતુ તેણે ‘અલેકઝાંડ્રીઆ” નગરમાં રહીને જ આર્યાવર્તની ભૂગોળ યાત્રીઓ તથા નાખવાઓ દ્વારા એ સાંભળી વાતો તથા પોતાના પહેલાના પુસ્તક પરથી, લખી જણાય છે તે પણ આપણને તેની ભૂગોળ ઉપરથી ઇતિહાસિક સામ્રગી થેડી ઘણી તો મળી જાય છે. આનો સમય ઇ. સ. બીજો સંકે છે, પ્રસ્તુતઃ ઇતિહાસના પૃ ૬ પર ટોલેમીને સમય ઈ. સ. પાંચમી શતાબ્દીને આંકેલ છે, વાસ્તવિક રીતે ૨ શદિજ છે. આ પુસ્તકને અંગ્રેજી અનુવાદ ‘ઇન્ડિયન એંટિકવેરી” ના ૧૩ માં છે. માં પૃ. (૩૧૩-૪૧૧) આપવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 268