________________
પ્રસ્તાવના.
ઇતિહાસની આવશ્યક્તા.
આજના યુગમાં પ્રત્યેક સમાજને ઈતિહાસની આવશ્યક્તા રહે છે, કારણ કે દેશની પ્રાચીન સંસ્કૃતિ જાણવા માટે ઇતિહાસ કારણભૂત મનાય છે. આપણા પવિત્ર દેશમાં પૂર્વેના કાળમાં શી શી ઘટનાઓ બની, કયા કયા પુરુષે આ આર્યાવર્તની પુણ્ય ભૂમિ પર થઈ ગયા, તેમણે લેકે પગિ કઈ કઈ કૃતિઓ નિર્માણ કરી તેઓનો શે ઉદ્દેશ હતો. તેઓનું ચારિત્ર કેટલું ઊંચું હતું. ઈત્યાદિ અનેક બાબતોનું જ્ઞાન ઈતિહાસ જ કરાવી શકે છે, ઇતિહાસનું જ્ઞાન સંપાદન કરવાથી જ દેશની, જાતિની, સમાજની અને ધર્મની ઉન્નતિ આપણે કરી શકશું માટે ઈતિહાસ એ આજના પરિવર્તનશીલ યુગમાં અવશ્યકીય વસ્તુ છે.
આયાવર્તને ઇતિહાસ સર્જવામાં જૈન ઈતિહાસનો ફાળે ઘણે જ વિશાળ છે, પરંતુ ગુજરાતને ઈતિહાસ જેટલો જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે, તેટલો ઈતર ધર્મના સાહિત્યમાં જોવામાં આવતો નથી એનું કારણ એક જ છે કે ગુજરાતના નરેંદ્રો સાથે જૈનાચાર્યોને ઘનિષ્ટ સંબંધ હતો. આજના સમર્થ ઈતિહાસકાર વેચે વૃદ્ધ ગૌરીશંકર હીરાચંદ ઝા જણાવે છે કે
ગુજરાતના ઇતિહાસનું મૂળ જૈન ઈતિહાસમાં, જેને એ ગુજરાતનો ઈતિહાસ સંભાળી રાખે છે, એમ કહીએ તો હું નથી. અનેક પ્રાચીન શીલાલેખે, પટ્ટક, મૂર્તિઓ, ગ્રન્થ, સિક્કાઓ અને તીર્થસ્થાનમાં જૈન ઇતિહાસના સમરણ મળી આવે છે. આ સિવાય પણ અનેક પૌત્ય અને પશ્ચિમાય લરેએ જેન ઈતિહાસ માટે પ્રશંસાના પુષ્પો વેર્યા છે, પણ તેની નોંધ અહિંયા લેવી અસ્થાને ગણાય.
પ્રસ્તુત: વિષય પર આવતા પહેલાં એક વાતનું સ્પષ્ટીકરણ કરી દેવું આવશ્યકીય છે કે હું કાંઈ ખાસ ઈતિહાસને તેમ જ શેપળને અભ્યાસી નથી પણ ઇતિહાસને હું એક વિદ્યાથી છું અને વિદ્યાથી તરિકેજ ખંભાત સંબંધી કિચિત્ લખવા પ્રેરાયે છું. ૧ “સોઢીયા ક્ષતિહાસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org