________________
પ્ર. ૫૨. અવધિજ્ઞાન કોને કહેવાય ?
જે
ઉ. : મર્યાદારૂપ તે અવધિ- ઈન્દ્રિયાદિની અપેક્ષા રહિત આત્માને સાક્ષાત્ અર્થનું ગ્રહણ થાય તે અવધિજ્ઞાન અથવા નીચે નીચે વિસ્તારવાળા પદાર્થોનું જ્ઞાન થાય તે અવિધ અથવા મર્યાદા અર્થમાં રૂપી દ્રવ્યોનું જે જ્ઞાન કરાવે તેનું નામ અવિધજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૫૩, મન:પર્યવજ્ઞાન કોને કહેવાય ?
ઉ. : સઘળા મનના પર્યાયોને જે જણાવે (જ્ઞાન કરાવે) તે મનઃપર્યવજ્ઞાન કહેવાય છે. અથવા સન્ની જીવો વડે કાયયોગ વડે મનોવર્ગણાના પુદ્ગલો જે ગ્રહણ કરાયેલા હોય તેને મનયોગ વડે ચિંતનીય વસ્તુના વ્યાપાર વડે પરિણમાવીને મુકાય છે. તે મનના પર્યાયો કહેવાય છે. તેવા પર્યાય વિશેષોનું જે જ્ઞાન થવું તે મનઃપર્યવજ્ઞાન કહેવાય છે.
છે.
પ્ર. ૫૪. કેવલજ્ઞાન કોને કહેવાય ?
ઉં. : મત્યાદિજ્ઞાન રહિત હોવાથી એક જ જે જ્ઞાન હોય તે કેવલજ્ઞાન કહેવાય
પ્ર. ૫૫. કેવલજ્ઞાનના કેટલા પર્યાય વાચિ શબ્દો કહેલા છે ?
ઉ. : કેવલજ્ઞાનના નીચે પ્રમાણેના પર્યાયવાચિ શબ્દો કહેલા છે ઃ
(૧) શુધ્ધ :- તેના આવરણરૂપી મલનો નાશ થયેલો હોવાથી. (૨) સકલ : - પહેલા વખતે જ સઘળા આવરણનો નાશ થવાથી સંપૂર્ણ પેદા
થાય છે.
(૩) અસાધારણ :- કોઇના સદૃશ નહિ હોવાથી.
(૪) અનંત ઃ- અનંત પદાર્થોનું જ્ઞાન કરાવનાર હોવાથી અથવા અનંતકાલ સુધી રહેવાવાળું હોવાથી.
(૫) નિર્માઘાત : - લોક અથવા અલોકમાં કાઇપણ જગ્યાએ વ્યાઘાતનો અભાવ હોવાથી.
યથાવસ્થિત સઘળાંય ભૂત, વર્તમાન, અને ભાવિ સ્વભાવને જણાવનારું જ્ઞાન હોવાથી કેવલજ્ઞાન કહેવાય છે,
પ્ર. ૫૬. આ પાંચ જ્ઞાનમાં પરોક્ષ જ્ઞાન કેટલા હોય છે ? કયા કયા ? ઉ. : બે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન.
પ્ર. ૫૭. આ પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ જ્ઞાન કેટલા હોય છે ? કયા કયા ? ઉ. : ત્રણ. (૧) અવધિજ્ઞાન (૨) મનઃપર્યવજ્ઞાન (૩) કેવલજ્ઞાન.
પ્ર. ૫૮. પરોક્ષજ્ઞાન કોને કહેવાય ?
ઉ. ઃ જે જ્ઞાન નિમિત્ત (સહાય)થી ઉત્પન્ન થાય, ઇન્દ્રિયોની તથા મનની સહાયથી જે પ્રગટ થાય તે પરોક્ષજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૫૯. પ્રત્યક્ષજ્ઞાન કોને કહેવાય ?
Jain Education International
€
For Private and Personal Use Only
www.jainelibrary.org