Book Title: Karm Siddhant Sambandhi Sahitya
Author(s): Nipunmuni, Hiralal Rasikdas Kapadia
Publisher: Maghrajji Khumaji Vadanvadiwala
View full book text
________________
૧૩
ઉસ્થાનિકા પરિશિષ્ટ પ્રસ્તુત પુસ્તકને અંગે મેં નિમ્નલિખિત ચાર પરિશિષ્ટ તૈયાર કરવા માંડ્યાં હતાં પરંતુ આ કડાકૂટિયા કામમાં યથાયોગ સહકાર ચાલુ નહિ રહેવાથી કામ પૂરું કરતા ઘણો સમય વ્યતીત થવાનું જણાતાં ચારેના પ્રકાશનની વાત હાલતુરત તે મોકૂફ રાખી છે, જે કે આ કાર્ય ચાલુ તે છે.
(૧) ગ્રન્થકારોની સૂચી. (૨) ગ્રન્થની સુચી. (૩) પ્રકીર્ણક નાની સૂચી. (૪) કર્મસિદ્ધાન્તને અંગેના પારિભાષિક શબ્દોની સાથે સુચી.
આ સૂચીઓ હવે પછી પૂરી કરાય છે તે પ્રસિદ્ધ કરવા મારી આ ગ્રંથમાલાના સંચાલક મહાશયને સાદર વિજ્ઞપ્તિ છે.
આભાર–પ્રસ્તુત પુસ્તક તૈયાર કરાવવાની શ્રીભક્તિમુનિજીની પ્રબળ અભિલાષા પ્રેરણારૂપ બની હોવાથી એમનો, આ પુસ્તક સાદ્યન્ત જોઈ જવામાં પં. શ્રી નિપુણમુનિજીએ જે પરિશ્રમ સેવ્યો છે તે બદલ એમનો તેમ જ એમના શિષ્ય શ્રીચિદાનંદમુનિજીએ પુસ્તકના બીજી વારનાં મુદ્રણપત્રોની એક નકલ તપાસી જવા માટે જે પ્રયાસ કર્યો છે તે બદલ એમને હું આભાર માનું છું.
આ પુસ્તકમાં જે મહત્ત્વની કૃતિ નોંધવી રહી જતી હોય કે મારા આ લખાણમાં જે ક્ષતિઓ જણાતી હોય તે સુચવવા મારી વિશેષજ્ઞોને સાદર વિજ્ઞપ્તિ છે કેમકે આ તે એક પ્રકારની કામચલાઉ ગ્રંથાદિની સૂચી ( bibliography ) અને તેને ન્યૂનાધિક પ્રમાણમાં પરિચય છે
૧. દિગંબરીય સાહિત્યમાંથી કર્મવિષયક આનુષંગિક કૃતિઓને પરિચય આપવાનું અત્યારે શક્ય નહિ હોવાથી એ બાબત જતી કરવી પડી છે.