________________
કર્તા રામચંદ્રસૂરિ છે એટલું જ માત્ર જણાય છે. તેઓ કયા ગછના હતા અને આ કથા કયારે રચી, એ સંબધી હકીકત જાણવાને આમાંથી કશું મળી શકતું નથી.
આ કથા સં. ૧૫૧૭માં લખાઈ છે અને ગુજરાતી ભાષાને સુંદર ગવ નમૂનો છે. આમાંની ભાષા લગભગ પંદરમાં સકાની રચનાનો ખ્યાલ આપે છે.
- પંદરમા સિકાની શરૂઆતમાં જ એક જીરાપલ્લીગર છના શ્રીરામચંદ્રસૂરિનો પુરા શિલાલેખમાંથી જ છે. તેઓ ખૂહગચ્છના રેવેન્દ્રસૂરિના શિષ્ય શ્રીજિનચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમણે છાવલાના મંદિરમાં દેરી નં. ૪૮, ૪૭ની સં. ૧૪૧૧, ૧૪૧રમાં પ્રતિષ્ઠા કરી હતી.•
છે આ રામચંદ્રસૂરિએ આ કથાની રચના કરી હોય તે સં. ૧૪૧૨ની આસપાસના કોઈ પણ વર્ષમાં કરી એમ મનાય. વળી આ સમયમાં બીજા કઈ રામચંદ્રસૂરિ થયા હોય એવું જાણવામાં આવતું નથી એટલે વિશેષ સંભવ છે કે, આ જીરાપલીય રામચંદ્રસૂરિએ આ સ્થાની રચના કરી હોય.
આ સિવાયની તેમની બીજી માહિતી મળી શકતી નથી. કથા વશમીઃ
આ કથાની પ્રતિ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારના દા. નં. ૭૧ અને પોથી નં. ૩૯ની છે. આ પ્રતિમાં ગુજરાતી કવિતામાં છે મહાવીરક૯૫ભાસ” અને તેની સાથે ૧૬ થી ૧૮૫ સુધીનાં રા પત્રોમાં
કાલિકાચાર્ય ચોપાઈ ) આપેલી છે. પ્રતિની સ્થિતિ સારી છે. તેનું માપ કાઝા છે, આ પ્રતિ સં. ૧૭૪૦માં અમદાવાદમાં લખાઈ છે એવી તેની અતેની પુપિકામાં નોંધ છે. ૨૭. શ્રીગુણરત્નસૂરિ આ પાઈને અંતે કર્તાએ પિતાને પરિચય આ રીતે આવે છે:
पीपलगच्छि गुर सोडा, भधीयज मन मन मोहा। श्रीगुणरयणमूरिंद, हईयर परीय आणंद । कीचड रह चरित्र रसाल, सुणु सहू बालगोपाल ।
सेव धरि सयल समृद्धि, पामह अविहर रिडि॥ આ નોંધ ઉપરથી જ પીપલગછના શ્રીગુણરત્નસૂરિએ આ ચેપાઈ રચી,” એટલું માત્ર જણાય છે, પરંતુ તેઓ કયા સમયમાં વિદ્યમાન હતા એની આમાંથી માહિતી મળતી નથી.
આ પીંપલગછીય શ્રીગુણરત્નસુરિ સોળમા સૈકાના પહેલા પાદમાં વિદ્યમાન હતા, એમ તેમણે પ્રતિષ્ઠા કરાવેલા મૂર્તિ લેખો ઉપરથી જણાય છે. તેમણે સં. ૧૫૭ અને સં. ૧૫રપમાં જુદે જુદે સ્થળે પ્રતિષ્ઠા કરાવ્યાના ઉલેખે મળે છે.
તેમના શિષ્ય ગુણસાગરસૂરિએ સં. ૧૫૧૭, સં. ૧૫૨૪માં પ્રતિષ્ઠા કરાવી છે, તેમાં તેમના ગુરુ શ્રીગુણરત્નસૂરિને ઉલેખ કર્યો છે. એ સિવાય તેમના શિષ્ય ગુણસાગરસૂરિના શિષ્ય (નામ આપેલું નથી) સં. ૧૫૨૮ માં પ્રતિષ્ઠા કરાવી છે તેમાં તેમણે જણાએ લાઇથી પુનરજપૂર એવો ઉલેખ કર્યો છે. ૧૪ આ ઉપરથી શ્રીગુણરત્નસૂરિ પીપલગછની તાલધ્વજય શાખાના હતા, એટલું વિશેષ જણાય છે.
૬૦. “ અબુદાચલ પ્રક્ષા જૈન લેખસંહ ” લેખક: ૧૧૯, ૧૨૦. ૬૧ “ પ્રાચીન લેખ સંગ્રહ ” ભા. ૧ના ૫૪ ૬૯, લેખાંકઃ ૧૩૧. દર “જેની પ્રતિમા લેખ સંગ્રહ” બા. ૨ના ૫૪ ૧૦૩, લેખકઃ ૫૫૯. ૬૭ “પ્રાચીન લેખ સંગ્રહ” ભા. ૧ના લેખાંક: ૩૧, ૩૮૦. ૬૪, એજન, લેખક : ૪૧૬.
"Aho Shrutgyanam