________________
ચિત્રના નીચેના ભાગમાં સાધુઓ બેઠેલા છે તથા એક પુરૂષ ઊભેલ છે જે સામે ઊભેલા સફેદ બળદને બે હાથથી કાંઈ ખવડાવતા હોય તેમ રખાય છે. આ નીચેના પ્રસંગને કથા જોડે શું સંબંધ છે, તેની કાંઈ સમજણ પડતી નથી.
ચિવ ૮૮: આર્યકાલક તથા બ્રાહમણરૂપે અને મૂળરૂપે શ. ચિત્ર ૮૪ વાળી પ્રતના પાના ૨૯ ઉપરથી,
ચિત્રની ડાબી બાજુએ સુવર્ણ સિંહાસન ઉપર બેઠેલા કાલિકાચાર્ય પિતાના ઉંચા કરેલા જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથ વરદ મુદ્રાએ રાખીને, બ્રાહ્મણ સ્વરૂપે અને મૂળરૂપે સામે ઉભેલા શકેંદ્રની સાથે વાતચીત કરે છે. આ ચિત્રમાં એકી સાથે શકેંદ્રના અને રૂપની રજૂઆત ચિત્રકારે કરી છે. શકેંદ્રના પાછળના મૂળ રૂપવાળા ચાર હાથો પૈકી પાછળના ઉંચા કરેલા બંને હાથમાં ત્રિશલ છે. કાલિકાચાર્યના ઉપરના ભાગમાં લટકતા તરણ સહિત ચંદર છે. ચંદરવાના ઉપરના ભાગમાં ઉપાશ્રય ઉપરની અગાસી સફેદ રંગથી બતાવી છે. અગાસીના ઉપરની બંને બાજુએ એકેક હંસ પક્ષીની રજૂઆત કરેલી છે.
ચિત્ર ૮૪ થી ૮ ના પાંચે ચિત્રોના મૂળ કદ કરતાં લગભગ અડધા માપનાં ચિત્રો અત્રે રજા કરેલાં છે. પાંચે ચિત્રોમાં ચિત્રકારે સેનેરી તથા રૂપેરી શાહીને બિલકુલ ઉપયોગ કર્યો નથી.
-સારાભાઈ નવાબ
"Aho Shrutgyanam