________________
૭
ભાગમાં સુશ્રુષા કરતા શિષ્યના અલ્લે પેપટની આકૃતિ ચીતરેલો છે અને આ કાલક તથા બે હાથની અજલિ એડીને સામે બેઠેલા શિષ્યના પહેરેલાં કપડાં સુંદર ચિત્રાકૃતિ સહિત છે.
Plate lX
ચિત્ર ૨૧ : કાલકકુમારનુ અશ્વખેલન અને શ્રીગુણાકરસૂરિના કાલકને ઉપદેશ. સારાભાઈ નવાબના સંગ્રહની સંવત ૧૪૭૩માં ગુજરાતની પ્રાચીન રાજધાની અસુહિલપુર પાટણમાં લખાએલી કાગળની હસ્તપ્રતના પાના ૨ પરથી,
ચિત્રના નીચેના ભાગમાં ઘેાડા ઉપર બેસીને માથે મુગટ તથા શરીર પર વસ્ત્રાભૂષણુ પહેરીને કાલકુમાર જંગલમાં જતા દેખાય છે. ઘોડાની આગળ બે પગપાળા સૈનિકે તથા આજીમાં ત્રીજો સૈનિક હાથમાં ઢાલ અને તલવાર પકડીને કાલકકુમારની સાથે જંગલમાં જતા રૃખાય છે.
ચિત્રના અનુસધાને, ઉપરના ભાગમાં એક વૃક્ષની નીચે શ્રીગુણાકરસૂરિ સામે ઉપદેશ સાંભળવા બેઠેલા કાલકકુમારને પેાતાના જમણા હાથ ઉંચા કરીને ધર્મોપદેશ આપતા દેખાય છે. શ્રીગુણાકરસૂરિ અને કાલકકુમારની વચમાં સ્થાપનાચાય છે. સ્થાપનાચાયની ઉપરના ભાગમાં બીજી એક વૃક્ષ છે. ધર્માપદેશ સાંભળવા બેઠેલા કાલકકુમારની પાછળ પણ ત્રીજું એક વૃક્ષ છે. શ્રીગુણાકરસૂરિ તથા કાલકકુમારના મસ્તકના ઉપરના ભાગમાં તથા મનેની આજીમાજી લાલ તથા વાદળી રંગમાં સુંદર વાદળાંએ ચીતરેલા છે, આ ચિત્રના વૃક્ષે! ચોદમા સૈકાના અંતભાગના તાડપત્રીય ચિત્રાને ખરાખર મલતાં આવે છે. ચિત્રમાંની એકેએક આકૃતિની રજૂઆત ચિત્રકારની સિદ્ધઠુસ્તતા સાબિત કરે છે.
ચિત્ર ૨૨ : સાતવાહન રાજા. ઉપરોક્ત પ્રતના પાના ૨૩ પરથી.
ચિત્રના ઉપરના ભાગમાં સુવણૅ સિહાસન ઉપર જમણુા હાથમાં તલવાર પકડીને તથા ડાબે હાથ ઊંચા કરીને સામે બેઠેલી એ રાણીઓને સાતવાહન રાન્ત આર્ય કાલકે યૂવાના કરેલે નિર્ણય કહે છે.
ચિત્રના અનુસ ધાને, નીચેના ભાગમાં હર્ષીરવ કરતા એ ઘેાડા, એક હાથી તથા રાજમહેલમાં પેસવાના પ્રવેશદ્વાર પાસે ઊબ્રેલા દરવાન પહેરેગીર જોવાને છે. આ ચિત્ર પ્રસન્ડ્રુ ખીજી કોઈપણુ કાલિકાચા કથાની હસ્તપ્રતમાં હજીસુધી મલી આવ્યે નથી. આ ચિત્રમાંના સાતવાહન રાજાને તથા એ રાણીઓના સુંદર ચિત્રાકૃતિવાળા પહેરવેશ પંદરમા સૈકાની ગુજરાતની કાપડકલાના સુંદર નમૂનાઓ છે.
Plate X
ચિત્ર ૨૩; વેરિશ્મિન રાજા અને સુરસુંદરી રાણી. લૈષી ( મારવાડ ) નિવાસી શ્રીમાન્ ફૂલચ ંદ્રજી સાખકના સગ્રહની સંવત ૧૪૭૩માં અહિલપુર પાટણમાં લખાએલી કાગળની બીજી કાલિકાચા કથાની કાગળની હસ્તપ્રતના પહેલા પાના પરથી.
ચિત્રમાં સુવર્ણ સિંહાસન ઉપર એકેલા વૈરિસિંહે રાજા સામે બેઠેલી સુરસુંદરી રાણી સાથે વાતચીત કરતા દેખાય છે. વૈરિસહુ રાજાએ મસ્તકે મુગટ, કાનમાં કુંડલ, ગળામાં હાર, કેણીના ઉપરના ભાગમાં માજુમ ધ તથા હાથના કાંડા ઉપર રત્નજડીત કડાં પહેરેલાં છે. તેની સામે બેઠેલી રાણી સુરસુંદરીએ પણ મસ્તકના પાછળના ભાગમાં અમેાડામાં આભૂષણ, કાનમાં કર્યું ફૂલ, ગળામાં હાર, ખંને હાથે રત્નજડીત ચૂડીએ, શરીરના ઉપરના ભાગમાં લીલા રંગની કચૂકી, સુંદર રંગીન ચૂંદડી વગેરે વસ્ત્રાભૂષણે પહેરેલાં છે. ચિત્રની ઉપરના ભાગ નાશ પામેલ છે. આ ચિત્રમાં લાલ, કાળા, સફેદ, લીલેા, આસમાની, વાદળી, પીળા, કેસરી, ગુલાબી તથા કીરમજી રંગા વપરાએલા છે. તાડપત્રનાં ચિત્રા કરતાં કાગળના ચિત્રોમાં ચિત્રકારની ચિત્રમન્ત્ષામાં રએકની વિનિયતા વધતી જતી પ્રત્યક્ષ દેખાય છે.
"Aho Shrutgyanam"