________________
' વિષય પ્રવેશ કહાન રત્ન સરિતા' નામક આ ગ્રંથમાં પૂજ્ય ગુરુદેવશ્રીના વચનામૃત પરમાગમસાર ના કેટલાક ચૂંટેલા વચનામૃતો ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના પ્રવચનો છે. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીએ ૪૫-૪૫ વર્ષો સુધી અનેક મહાન પરમાગમો ઉપર પ્રવચનો આપી અધ્યાત્મની સરિતા વહાવી. આ પ્રવચનો આત્મધર્મ માં નિયમિત રૂપે પ્રકાશિત થતાં હતાં. તે પ્રવચનોમાંથી પણ આખા પ્રવચનનો કસ જ્યાં પડ્યો હોય તેવાં વચનામૃતોને જુદાં તારવીને એક વિશિષ્ટ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો જેનું નામ છે “પરમાગમસાર' આ ગ્રંથનાં વચનામૃતોનું સંકલન સધર્મનિષ્ઠ, તત્ત્વપ્રેમી, પૂજ્ય ભાઈશ્રી શશીભાઈ દ્વારા થયેલું છે.
પરમાગમસાર' ગ્રંથમાં અનેકાનેક વિષયોની છણાવટ કરતાં અનેક બોલ તારવી લેવામાં આવ્યા છે. આ ગ્રંથ ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના આશરે ૮00 જેટલાં પ્રવચનો થયેલાં છે. ભાવનગર સ્થિત “શ્રી શશીપ્રભુ સાધના
સ્મૃતિ મંદિર માં નિત્ય આ ગ્રંથ ઉપર ચાલતાં પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો સાંભળતાં એવી પ્રતીતિ થાય છે કે પૂજ્ય ગુરુદેવશ્રીના એક-એક વચનામૃતો એ માત્ર વચનામૃત નથી પરંતુ રત્નોની ખાણ છે. પ્રત્યેક વચનામૃતો ઉપર થયેલાં પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનો એ વાતની પ્રતીતિ કરાવે છે કે, ખરેખર જ્ઞાનીપુરુષના પ્રત્યેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના વચનાનુસાર ગુરુદેવશ્રીને શ્રુતની લબ્ધિ હતી એ વાતની પણ અવશ્ય પ્રતીતિ થાય છે.
આવા અનેકાનેક રત્નોથી વિભુષિત પરમાગમસાર ગ્રંથમાંથી સાંપ્રત મુમુક્ષુજીવોની ક્યાં ભૂલ રહી જાય છે અથવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ કેમ થતી નથી ? આ વિષય ઉપર પૂજ્ય ભાઈશ્રી શશીભાઈના થયેલાં પ્રવચનોને આ લઘુકાય ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્ર તથા પ્રત્યક્ષ અનુરુષનો સમાગમ પ્રાપ્ત થયા પછી પણ મુમુક્ષુ જીવ કેવા પ્રકારે અને ક્યાં અટકી જાય છે, તે વિષયનું અત્યંત સુંદર તથા રસપ્રદ નિરૂપણ આ પ્રવચનોમાં થયેલ છે. કુટુંબ-પરિવાર, ધન-સંપત્તિ, આબરૂ-કીર્તિ આદિની રહી જતી હૂંફ-મીઠાશ, શુભરાગની મીઠાશ, વીતરાગ દેવ, ગુરુ, શાસ્ત્રનો