Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ વાસ્તે આ મનુષ્યભવમાં પ્રભુપ્રેમ તથા પ્રભુભકિત નસેનસમાં એવી ભરી દેવી જોઈએ કે સઘળા અધમ સંસ્કારે દૂર થઈ જાય. પછી એને પેસવા જગાજ ન મળે. હવે ચંડકૌશિક સર્પના અવતારમાં ક્રોધના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ગુણાકારનું તે પુછવું જ શું? મનુષ્ય અથવા તિર્યંચ, જે કોઈ જીવ (કેટલાં બધાં દ્રવ્ય !) પોતાની દષ્ટિપથમાં આવે, કેટલું મોટું ક્ષેત્ર !) ને જયાં સુધી પિતાની શકિત પહોંચે ત્યાં સુધી (કેટલે લાંબો કાળ! ), તેને પ્રાણોથી ખતમ કરી નાખો ! (કો ઉમ્ર ભાવ !) એ જ જીવનને વ્યવસાય થઈ ગયો, એ કે જેમાં જગતદયાળુ પ્રભુ મહાવીરને પણ હસવાનું છોડયું નહિ,-આ છે કુસંસ્કારની, દુર્ગણને ગુણાકાર...એ તે સારું થયું કે પ્રભુએ એને પાછો વાળ્યો નહિતર તે કોણ જાણે આગળ પર નરકાદિના કેવા ભયંકર ભવ થાત! હવે જુઓ સુસંકાની વૃદ્ધિનું દષ્ટાન્ત શાલિભદ્રા શાલિભદ્રને જીવ પૂર્વ ભવે સંગમનામે ગેવાવણુપુત્રી સુસંસ્કારમાં એણે ગુરુનું બહુમાન અને ત્યાગના સંસ્કારની કમાણી કરી. ફક્ત એકવાર તપસ્વી સાધુને દાન દેવાને માટે પિતાના ઘેર બહુમાનથી લાવ્યા અને જીવનમાં પહેલી જ વાર મળેલી એકજ ખીરની થાળીમાંથી અતિશય હર્ષ પૂર્વક બધીય ખીરનું દાન દીધું પાછું ઉપરથી કેવા ઉપકારી ગુરૂક સુંદર દાનને પ્રસંગ!” આ બે ઉમદા ભાવનાભાવીને સમાધિપૂર્વક કાળ કરી એ શાલિભદ્ર થશે.” ગુરૂપ્રેમ અને ત્યાગપ્રીતિ આ બને સુસંસ્કારોની વૃદ્ધિ એવી થઈ કે એણે પ્રભુ મહાવીરદેવને પિતાના શિરછત્ર ગુરુ ત્યાં સુધી બનાવ્યા કે અઢળક સંપત્તિની વચમાં પણ પિતાના પર શ્રેણિકરાજાનું સત્તાધીશપણું એનાથી સહન કરી શકાયું નહિ. અને પૂર્વે કરેલા ત્યાગના સંસ્કારના ગુણકાર એવા થયા કે દરરોજ સ્વર્ગમાંથી ઉતરતી રત્ન આભરણ વિગેરેની નવાણું દિવ્ય પેટીને મહાવૈભવ અને કંચનના વર્ણ સમાન બત્રીશ નવયુવતિ પત્ની-આ બન્નેનેય સંપૂર્ણપણે ત્યાગ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92