________________
(૪૯)
શિંગડામાં જલ ભરી પ્રભુજીને અભિષેક કરે છે. પ્રભુના પુનિત અંગને દિવ્ય મુલાયમ વસ્ત્રથી કેરૂં કરે છે. વિકસિત પુ તથા બરાસ કસ્તૂરી વિગેરે બીજા મઘમઘતા સુગંધિદાર દ્રવ્યોથી પૂજા અને આજુબાજુ છંટકાવ કરે છે. કેસરના રંગરેલ મચાવે છે. ઉત્તમ દેવતાઈ વસ્ત્ર પહેરાવે છે. હાર, મુગટ વગેરે આભૂષણના ઝગમગાટ કરે છે. મંગળ દીપ પ્રગટાવે છે. આતિ ઉતારે છે. સર્વે દેવ જયજયરાવના મધુરનાદ કરે છે, અને ભેરી, ભુંગળ વિગરે વાજી સુંદર રીતે વગાડે છે. પછી દેવ સહિત ઈન્દ્ર ઉત્તમ શબ્દોથી પ્રભુની ભાવસ્તુતિ કરી પિતાના આત્માને પ્રભુભકિતથીજ કૃતાર્થ થય માને છે, અને સ્વર્ગના આનંદને તુછગણી પ્રભુ ભકિતમાં અપૂર્વ આનંદને અનુભવ કરે છે.
શ્રીપાલ મહારાજાના રાસમાં વિનયવિજયજી મહારાજે લખ્યું કે પરિગલ કીજે પખાલ.” એટલે પ્રભુને પ્રક્ષાલ પરિમલ કરવો એમ જણાવ્યું. પરિગલ એટલે જેમાં દુધ, દહીં, ઘી, સાકર અને પાણી એ પાંચ ઉતમ વસ્તુઓ પ્રમાણમાં ભેળવી હેય. તેથી તેને પંચામૃત કહેવાય છે. પાંચ શેર પાણી અને પા શેર દુધ એ પરિગલ પ્રક્ષાલ બની શકે નહિ. કહેવાને દુધને અભિષેક અને કરવાને લગભગ પાણીને પખાળ! પ્રભુભકિતમાં આવી બેદરકારી થાય ત્યારે વિચારવું ઘટે કે પાપી પેટમાં હાલવેલાં કહેલાં મસાલેદાર ગરમાગરમ દુધના પ્યાલા એ ખરેખર વિશ્વના પ્યાલા તરીકે પરિણમવાના છે. પ્રાણુષિા અને મેહકુટુંબ, તેમજ મેમાન તથા આડતીયાને ધરેલા, તે પાપના પ્યાલા છે, ધર્મના નહિ. એમ જાતને કે નેહીને એ દુધ જે પાયું તે શારીરિક સત્વને કદાચ આપશે, છતાં, પુણ્યાનુબંધી પુણ્ય, સકામનિ જેરા, ગુણવિકાસ વગેરે આત્મિક સત્યને નહિ આપે, પણ ઉપરથી વિકારને પિપશે. ત્યારે આ પરમાત્માની પ્રક્ષાલન ભકિતની પાછળ યોજેલા આપણા દૂધના પાલા એ અમૃતના કટોરા બનવાના. ઉજવલ દુધની ભકિતથી બધું જ ઉજજવલ બનવાનું ઉજવલ ભાવના જાગવાની ઉજજવલ પ્રેરણું મળવાની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com