Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 71
________________ (૫૩) પુપ ઘાટાબંધ ગેહવવાની મને રંજક કળા એ દર્શન કરનાર આત્માને સારા પ્રમાણમાં આકર્ષે છે. પછી ત્યાં પ્રભુના દર્શન હૈયાને પુલકિત કરે છે. જે હાથે દુનીઆમાં કાળાધોળાં કર્યા, અનેકને ત્રાસ અને જુલમ વરસાવ્યા, વેપારી અને ઉદ્યોગપતિ બનવા માટે પ્રચુર પાપ સેવ્યા અને પથિક ક્રિીડાઓ કરવામાં પાવરધા પણ મેળવ્યું, તે હાથ શાબાશી નહિ પણ નાલેશીપણું પામનાર થયા. જીવને એથી કાંઈપણ કમાણી ન થતાં કેવળ ગમાણને જ ધંધે થયો. જીવ વીર બનવાને બદલ વેવલો બન્યો પણ હવે એજ હાથથી જે પ્રભુને પુષ્પની અંગરચના કરાય, બાદલું, કટારા વિગેરેથી ભવ્ય આંગી રચાય અને આત્મા તેમાં ભકિતલીન બને, તે તે હાથ પેલી નાલેશી ધોઈ નાખી શાબાશી અપાવનાર બને. દેવતાઓ પૂજન કરીને મંગળ દી તથા આરતી ઉતારે છે. તે દીપક પૂજાને પ્રકાર છે. મંગળ દીવેએ અપમંગળને ટાળનાર છે. દીપક પૂજા રૂપે એ કેવળજ્ઞાનાવરણીયરૂપ અંધકારને ટાળી કેમે કરીને કેવળજ્ઞાનના દીવડાને પ્રગટાવનાર બને છે. આરતિ શબ્દ કે સરસ છે? આ અને રતિ’, ‘આ’ ઉલટાપણાના અર્થમાં પણ આવે છે. તેથી અરતિ=ભવાસકિત અને આરતિ=મહેગ. સંસાર પર અસ્નેચ કરી આપે તે આરતિ, અથવા ‘આ’ એટલે ચારે બાજુથી અને અરતિ એટલે આનંદ. ચારે બાજથી આત્મહિતના માર્ગમાં અને આત્મિક ગુણોમાં જ આનંદ જગાડે તે આરતિ, આરતિને અર્થ આરાત્રિક પણ થાય છે. રાત્રિની મર્યાદા વિાળો અથત ત્રિના પ્રારંભ કરવામાં આવતે દીપક તે આરાત્રિકા આરતિ અને મંગલદીવાના અંતિમ ફળ તરીકે ભવના ફેરા ટાળવાનું છે. તે ક્રિયામાં દીપમાળને ઉપરથી નીચે અને નીચેથી ઉપર જે ગળાકારે ફેરવવામાં આવે છે, તે જાણે પ્રભુને પ્રદક્ષિણા કરવા રૂપે છે. તેથી ભવભ્રમણ ટળે છે. અથવા ઉપરથી નીચે, નીચેથી ઉપર, એમ કરાતું દીપકભ્રમણ તે ઉલેક, અધક તથા તિછલેકમાં છવથી કરાતા ફેરાને ટાળે છે, અને આત્માના પ્રદેશમાં પણ યોગની ચંચળતાથી નીપજતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92