________________
(૫૭)
હાથ છે, કા, જે સદા સેવા કરવાના વ્યસની અને સેવા કરવા માટે સતત જાગ્રત હોય છે, તેમજ સેવાના પ્રસંગને ઉમળકાથી ઝડપી લેનારા, સેવ્ય પ્રત્યે બહુમાન અને વિનય મર્યાદાનું પાલન કરનારા અને સેવાવિષ્ણુણા દિવસને વાંઝીયા માનનારા અને તેથી બેચેની અનુભવનારા હાય છે. પછી ઈન્દ્ર આભિયાગિક દેવત્તાઓ પાસે એક માટી ઉદ્યેષણા કરાવે છેકે “જે મનથી પણ પ્રભુ કે પ્રભુની માતાનું અશુભ ચિ'તવશે તેનુ માથુ ફાડી નાખવામાં આવશે.” હવે ઇન્દ્ર ત્યાંથી જવા પૂર્વે ભગવાનના અંગુઠ્ઠામાં અમૃતને સંચાર કરી જવાની તૈયારી કરે છે. બાલ્યવયમાં પ્રભુ માતાને ધાવતા નથી. ભૂખ લાગે ત્યારે અગુઠો મુખમાં નાખે અને અમૃતપાનથી તૃપ્ત થાય છે
ઇન્દ્ર સપરિવારનુ નંદીશ્વરદ્વીપગમન, ઉત્સવ અને દેવલોકગમન :
–
પ્રભુને જન્માત્સવ ઉજવ્યા બાદ અને પ્રભુને સુખપૂર્વક મુકયા પછી ઇન્દ્ર વિગેરે બધા દેવા નદીશ્વરદ્વીપમાં ઓચ્છવ કરવા માટે જાય છે, કેમ વાર ? જગદ્દગુરૂ જિતેન્દ્રના જન્માભિષેકથી આત્મામાં થયેલે અનેરા આનંદ જાણે હજુ અધુરા લાગે છે, તેથી એને પૂર્ણ કરવા ન ંદીશ્વરીપે જાય છે. ત્યાં અષ્ટાન્તિકા ઉત્સવ એટલે આઠ દિવસના એવમાં સર્વે દેવા દિલથી ભાગ લે છે ત્યાં રહેલા શાશ્વતા ચૈત્યો તથા ભવ્ય બિમાના દન, વદન, પૂજનાદિ કરતા કરતા પાતાના આત્માને કૃતાર્થ માને છે. ભકિતરસના ભરપૂર ફુવારા, આકર્ષક વાળાના દિવ્ય ધ્વનિ, મધુરાલાપી ગાનતાન, નૃત્યકળાના નિર્દોષ અભિનવ અને આનદની ભરતીઓ એવી અદભુત હોય છે કે એમાં દિવ્યસુખાના વિસ્મરણ થઇ જાય છે, એ પ્રશસ્ત ભાવાથી ત્યાંનું વાતાવરણ મિથ્યાત્વી આત્માના મિથ્યાત્વને ગાળી નાખે તેવું બને છે. પ્રભુભકિત અ ંગે યાજેલા મહેાસવા ધર્માંત્રધ્ધાને ૩-તેજિત અને નિર્માંળતર કરનારા છે. એમાં ચંચલ લક્ષ્મીને સુંદર સદુપયોગ થાય છે પુણ્યાનું ખુધી પુણ્યના જથ્થા આત્મામાં જમા થાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com