Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 73
________________ (૫૫) વન્સર લેવા માટે કળાને દુરૂપયોગ કરવાનો નથી, પણ કેવળ પરમાત્માની ભક્તિ કરી પિતાના તથા બીજાના આત્માને રીઝવવા અને ખુશ કરવા માટે જ તે કળાને સદુપયોગ કરવા જેવો છે. દેએ પ્રભુ આગળ વિવિધ નૃત્ય કર્યું. સંગીતના સાજ સાથે મધુર ગાનતાન કર્યું. ત્યારબાદ સૌધર્મેન્દ્ર દર્પણ વગેરે આઠ મંગલને રત્નના વસ્ત્ર ઉપર રૂપાના ચેખાથી આલેખે છે. પૂજામાં ચેખા કદાચ ચાંદીના નહિ તે પણ ચાલુ ખાય શુધ્ધ અને અખંડ જોઈએ. તુલા, સડેલા કે કણકી કામ લાગે નહિ. ઈન્દ્રની પ્રભુ પ્રત્યે સ્તુતિઃહવે ઈન્દ્ર મહાગંભીર ભાવવાહી શબ્દોમાં પ્રભુની સ્તવના કરે છે – હે પ્રભુ! આપને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ, આપ સિધ્ધ છે, બુબ્ધ છે, રજ વિનાના છો, શ્રમણ છે, સમતાના સંગી છે, માયાશલ્ય, નિદાનશલ્પ અને મિઠાવશલ્યને કાપનારા છે, સ્વયં ભયવિનાના છે, બીજાને અભય આપનારા છે, રાગદ્વેષથી રહિત છે, માનને ચૂરનારા છે, ક્રોધને બાળનારા છે, ગુણરત્નના નિધાન અને શીલના સાગર છે. આપ ધર્મચક્રથી નિજના અને ભકતજનોના ચારગતિરૂપ સંસારને અંત લાવનારા છે.” ઉપર જણાવ્યા મુજબ મેરૂપર્વત ઉપર પ્રભુને જન્માભિષેક ઇન્દ્રો તથા દેવો વગેરે અતિશય ઉમંગપૂર્વક ઉજવે છે. હર્ષથી પ્રત્યેકના હૈયા નાચી ઉઠે છે, અને જન્મકલ્યાણકની ઉજવણી પૂરી થાય છે. ઈન્દ્રનું માતા પાસે આગમન, રત્નની વૃષ્ટિ અને ઉદઘોષણા પછી ત્રિભુવનપતિ તીર્થંકરદેવને વિવેક અને ભક્તિપૂર્વક ગ્રહણ કરી ઇન્દ્ર માતાની પાસે આવે છે. અને તે માતા પાસે સ્થાપિત કરેલું પ્રભુનું પ્રતિબિંબ સંહરી પ્રભુને બિરાજમાન કરે છે, તથા અવસ્થાપિની નિદ્રાને સંહરી લે છે. પ્રભુની સેવામાં દિગ્યવત્ર, રત્નને હાર. સુવણને દડો વિગેરે મુકે છે. મર્દન, મજજન કરાવનારી વિગેરે પાંચ ધાવમાતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92