________________
(૫૬)
સ્થાપના કરે છે. તેમ પ્રભુને ખેલાવવા માટે, આનંદમેજમાં રાખવા માટે રંભા-ઉર્વશી વિગેરે અપ્સરાઓને નીમે છે. એથી પ્રભુનું સુંદર લાલનપાલન એવું અદભુત થાય છે કે જે ચક્રવર્તીના પાટવી પુત્રને ય નથી મળતું. આ અપૂર્વ પુણ્યનો પ્રકાર છે. ભૂલવાનું નથી કે આના મૂળમાં પૂર્વના ત્રીજા ભવનો ઉછળતા શાસનરાગ અને વિશ્વ પરની ભાવદયા છે. ઈન્દ્ર પ્રભુના ઘરમાં બત્રીસ કરોડ સોનૈયા, હીરા, માણેક તથા મહામૂલા વસ્ત્રોની વૃપિટ કરાવે છે. તીર્થકર બનવાના પુણ્ય આગળ ઇન્દ્રો જેવા દાસ બની જાય તે લક્ષ્મીનું તો પૂછવું જ શું ? લક્ષ્મીના જાણે પુષ્ક રાવર્ત વરસે છે, પુષ્પરાવર્તના મેઘથી ભૂમિ જેમ જલબંબાકાર થઈ જાય, તેમ અહીં સૌનેયા વિગેરેથી ઘરમાં લક્ષ્મીની રેલમક્ષ કરી નાખે છે.
પ્ર-પ્રભુ તે પરમનિરીહ છે એટલે ઈછા વગરના છે, પરમ વિરાગી છે. તેમને સોનૈયા રત્ન વિગેરેની વૃષ્ટિની લેશમાત્ર પણ અપેક્ષા નથી, સોનાની પાટ અને માટીનું તેડું એ બને પર એમને સમાન દ્રટિ છે. રત્નની વૃષ્ટિ કાંકરા સમાન હોવાથી તેની આવશ્યકતા નથી. જે કુળમાં તે જન્મ લે છે, તે કુળ ઉત્તમ, ખાનદાન અને સમૃદ્ધિવંત હોય છે. દરિદ્ર કે નીચ કુળમાં પ્રભુ જન્મને ધારણ કરતા જ નથી, તેથી કુળને પણ તેવી વૃષ્ટિઓની જરૂર રહેતી નથી તે પછી ઇન્દ્ર તે વૃષ્ટિઓ શા માટે કરાવે છે?
ઉ. પ્રભુને અથવા પ્રભુના માતપિતાને કે કુળને તેની જરૂર છે માટે વૃષ્ટિ કરાવે છે એમ નહિ, પણ પરમાત્મા તરફની પિતાની ભકિત તથા બહુમાન દર્શાવવા અને પ્રભુને મહિમા પૃથ્વીપટ ઉપર પ્રસરાવવા પિતાને શાશ્વત આચાર પાળે છે. સાચા સ્વામી એવા ઉદાર હોય છે કે જે સેવકની સેવા શુશ્રષાને ચિતમાં ચાહનારા નથી હોતા, અને સ્વામિત્વના અહંભાવથી રહિત હોય છે. સેવાના પ્રસંગે સેવા ન કરનાર જીવો પ્રત્યે પણ વાત્સલ્ય અને કરૂણાભાવ દર્શાવનારા હોય છે, ત્યારે સેવક પણ કેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com