________________
(૫૪) ચંચળતાને લીધે પ્રદેશની થતી ક્રિયાને ટાળી તે પ્રદેશના ભ્રમણને પણ મટાડી તેમાં સ્થિરતા લાવી દે છે.
આરતિ મંગલદી કર્યા બાદ પ્રભુ આગળ ભેરી, ભુંગળ, વગેરે ઘણું વાછત્રોથી ગાનતાન અને નૃત્યપૂજા કરે છે. નાના મધુર વાજથી ભકિત કરતાં ભાવોલ્લાસ વધુ જાગે છે તેથી લાભ વધે છે. જિનમ દિરમાં કાજે લેવાથી લાભમાં શતાંશ પુણ્ય ગણીએ તે જિનેન્દ્રના અગે કેસર, બરાસ વગેરે વિલેપન કરવાથી હજારગણું, પુપિના સમુહ અને માળાથી લાખગણું અને ભગવાનની આગળ ગીત નૃત્ય, અને વાત્રની પૂજા કરવાથી અનંતગણું પુણ્ય ઉપાય છે. સંસાર ખરેખર નાટક છે. નાટકની રગભૂમિ ઉપર જુદા જુદા પાત્ર નવીન નવીન નાટને ભજવે છે, પાત્રો પુરૂષ તથા સ્ત્રીના રૂપ ધારણ કરે છે, અનેક પ્રકારના રંગઢંગ. પહેરવેશ કરે અને બદલી નાંખે છે. પ્રેક્ષકોને હસાવે છે, રમાડે છે, તથા રેવડાવે છે. તેવી જ રીતે આપણું આત્મા એ સંસાર નાટકમાં પશુ, પંખી વગેરેના અવતાર લીધા, દેવગતિ તથા નરકગતિને પણ પાટ ભજવ્યા. માનવ માનવી તરીકે જન્મ લીધા. સંબંધીઓને નાટકની શરૂઆતમાં હસાવ્યા અને નાટકની સમાપ્તિમાં રેવડાવ્યા, તે ભવનાટકની સંપૂર્ણ પૂર્ણાહુતિ કરવા અને પાત્ર ભજવવાની વિંટબણું ટાળવા માટે નાથની આગળ નાટક પૂજા ઉલ્લાસપૂર્વક કરવાની છે, સાથે ગીતગાન, વાજીંત્રનું વાદન હેય તે તે વધુ પ્રબલ શુભ ભાવને જગાડે છે. તેમાં એક્તાન બને આત્મા ભક્તિના ફળરૂપે તીર્થકર નામકર્મ પણ અવસરે કમાઈ લે છે. આ ભકિતયોગમાં મન, વચન તથા કાયાની એકાગ્રતા વધુ કેળવાય છે. ગમે તેવા દારૂણ માનેલા “દુબે પણ ક્ષણવાર વસરાઈ જાય છે. તથા સંસારના ચમકદાર સુખે પણ એ એકતાન આનંદ આગળ રસકસ વિનાના ભાસે છે. સંગીતકાર, બજાવનાર, નૃત્ય કરનાર, રાસદાંડીઆ રમનાર વગેરે ભાગ્યશાળીઓએ જગતને રીઝવવા, ખુશ કરવા કે પિતાની 'કળાં દેખાડવા, અને પછી પ્રશંસાની પુષ્પવૃષ્ટિ, તાળીના ગડગડાટ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com