________________
ઉપર કહી ગયા મુજબ પ્રભુને જન્મોત્સવ રંગેચંગે દેવતાઓ પૂર્ણ કરે છે. અને પોતાના દેવેલેકમાં જઈ સુંદર ભાવનાઓ ભાવે છે. સ્નાત્રને વર્ણનો અધિકાર સમાપ્ત થાય છે. હવે સ્નાત્રકાર ૫, વીર વિજયજી મહારાજની ગુરુપરંપરા તથા અંતમંગળ તરીકે સર્વ જિનની સ્તુતિનું વર્ણન કરવામાં આવે છે.
ગુરૂની પરંપરા તથા અંતિમ મંગળકવિવયે પિતાને ગ૭ અને તેમાં ચાલી આવેલી ગુપરંપરાનું વર્ણન કરતા જણાવે છે કે તપાગચ્છના અધિપતિ તરીકે વિજયસિંહસૂરીશ્વરજી થયા. તેમના શિષ્ય પૂ પન્યાસજી સત્યવિજ્યજી મહારાજ થયા. એમણે શિથિલતા દૂર કરાવી ક્રિયામાને સુંદર ઉધાર કર્યો તેમની પાટે કપૂરવિજયજી મહારાજ. તેમના શિષ્ય શ્રી ક્ષમાવિજળ મહારાજ. તેમના શિષ્ય તરીકે શ્રી સુજયવિજયજી મહારાજ તેમના શિષ્ય શ્રી વિજયજી મહારાજ અને તેમના શિષ્ય તરીકે પ્રસ્તુત સ્નાત્ર કાવ્યના રચયિતા પંડિત કવિરત્ન શ્રી વીરવિજયજી મહારાજ થયા.
અંતિય મંગળ તરીકે સ્નાત્રકાર પરમાત્માને સ્તુતિ કરે છે. પ્રભુના જન્મત્સવ ગાવા નિમિતે રચેલ સઘળુ સ્નાત્ર મંગળમય જ છે. તે વાતમાં શંકાને લેશમાત્ર સ્થાન નથી છતાં સમાપ્તિમાં વિશેષરીતે જિનની સ્તવના કરવામાં આવે છે. અજિતનાથ ભગવાનના સમયમાં વિચરતા સર્વ તીર્થકરોની સંખ્યા એકસોને સિતેર હતી, પાંચ ભરતનાં પાંચ, પાંચ
રાવતના પાંચ અને પાંચ મહાવિદેહમાં બત્રીશ બત્રીસ વિજય, તેમાં એક એક તીર્થકર એટલે પાંચ મહાવિદેહના એકસેને સાઠ. બધા મળીને કુલ એકસોને સિતેર તીર્થક થયા. પંદર કર્મભૂમિમાં એકીકાળે વિચરતા તીર્થ કરની ઉત્કૃષ્ટ સંખ્યા ૧૭૦ થાય છે. અને તે સંખ્યા
અજિતનાથ પ્રભુના વારામાં થઈ હતી હાલ ભરત તથા રાવત ક્ષેત્રમાં કેઈ તીર્થકર ભગવાન વિચરતા નથી. પણ મહાવિદેહમાં વીશ તીર્થ કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com