Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 66
________________ (૪૮) ભગવાનને અભિષેક કરે છે. કોઈ ત્યાં પડાપડી નહિ. બહોળા સમુદાયમાં અહીં કેટલીકવાર એવું જોવામાં આવે છે, કે અભિષેક કરનારાઓ એકેકની ઉપર પડાપડી કરે છે, ધક્કાધકક્કી કરે છે, પરસ્પર સંઘર્ષણ અને કલહ સુધી વાત પહોંચી જાય છે. પ્રક્ષાલ કરીને ઝટ ભાગી જવાની પેરવીમાં કેટલાક સાવધાન તે કેટલાકની દ્રષ્ટિ રીસ્ટવેચના કાંટા ઉપર! કેમ જાણે નિયત સમય ગઠવીને આવ્યા હોય એટલે ભકિતમાં કદાચ ધાર્યા કરતાં વધુ સમય થઈ જાય તે પાલવે નહિ ! પડાપડી કરવાથી વિવેકનો ભ ગ થાય છે. કેટલીકવાર ઝગડો થઈ જાય છે તે દ્રષ્ય પણ અરૂચિકર લાગે છે. પ્રભુની ભકિત પ્રભુ બનવા માટે છે. ત્યાં પાપી બનવાનું કેમ જ કરાય? એ વિચાર જાગ્રત રાખી ભકિતના ઉપાસક મહાનુભાવે ઉપર જણાવેલા દોષોને ટાળવા જોઈએ. અવિવેક અને આશાતનાને જલાંજલી આપવી જોઈએ. કર્મ છોડવાના સ્થાનમાં ભકિત કરતાં કરતાં આત્મા કર્મ બંધનના માર્ગે જઈ ચઢે એવી ઉતાવળ, ધમાધમ, કલહ, બાહ્યપ્રીતિ વગેરેમાં ન ફસાઈ પડે તે બદલ પૂર્ણ સાવધગીરી રાખવાની જરૂર છે. અભિષેકના સમયે જ્યારે દેવતાઓ છાતી આગળ બે હાથમાં કળશ ઉંચકી ઉભા હોય છે, ત્યારે સંસાર સમુદ્રને તરવા માટે જાણે હાથમાં ઘડા ધારણ કર્યા છે, તેવું મને હારિ દશ્ય ત્યાં ભાસે છે. સૌધર્મેન્દ્રની અપૂર્વભકિત – ઈશાનેન્દ્ર વગેરે દેવોએ જ્યારે પરમાત્માને અભિષેક કર્યા, ત્યારે સૌધર્મેન્દ્ર પ્રભુજીને પિતાના ખોળામાં બેસાડયા હતા. જગતના તારક દેવાધિદેવને અનેક અભિષેક વખતે ખોળામાં લઈને બેસવાને સુવર્ણ અવસર પ્રબળ પુણ્યદય સિવાય હરગીજ પ્રાપ્ત થઈ શકતું નથી. તે અભિષેક થયા બાદ સૌધર્મેન્દ્રને ઈશાનઇન્દ્ર વિનંતિ કરે છે, કે હવે તમે થોડીકવાર મને પ્રભુજીને આપે. હું પણ પ્રભુજીને મારા મેળામાં બિરાજમાન કરૂં, અને તમે પણ પ્રભુજીને ખુશીથી અભિષેક કરે. અહીં હુકમ નથી પરંતુ વિનંતિ છે. સૌધર્મેન્દ્ર પ્રભુજીને ઈશાનેન્દ્રના ખોળામાં બિરાજમાન કરે છે. માનસિક અતિ ઉછરંગપુર્વક બળદનું રૂપ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92