________________
(૪૬)
લાધારણ એ કળશે જે ગાવે, શ્રી શુભવીર સવાઈ મંગળલીલા સુખભર પાવ. ઘર ઘર હર્ષ વધાઇ આolહા.
પ્રભુના જન્મ કલ્યાણકની શાનદાર ઉજવણીના પ્રસંગે દેવેલેકમાંથી જે દેવતાઓ મેરૂ પર ઉતરી આવ્યા છે, તે જુદા જુદા નિર્મિત પામીને આવ્યા છે. એનું જરા વર્ણન કવિ કરે છે. કવિ કહે છે, કેટલાક એટલે સમ્યગદકિટ દેવતાઓ તે ત્રિભુવન નાયક પ્રત્યેની પિતાની ભકિતના અનુપમ ઉલ્લાસથી આવ્યા છે, કેટલાક દે ઇન્દ્રની આજ્ઞાને આધીન બની અહીં આવેલા છે. કેટલાક પિતાના મિત્ર દેવને અનુસરીને અત્ર આવેલા છે. કેટલાકને પિતાની પત્ની પ્રેરણ કરવાથી ઉત્સવમાં ભાગ લેવા માટે આવવું પડયું છે. કેટલાક પિતાને કુલાચાર સમજીને ને કેટલાક કૌતુક વિસ્મયને બહાને ભેગા થએલા છે. ધાર્મિક દેવને ધર્મરૂપી મિત્રની સગાઈ માટે પ્રેરણા આપે છે.
ગીત ગાન વાજિંત્રના સરદ વગેરેથી તથા હૈયામાં નાની ભક્તિ કરવાના કોડ અને ઉલ્લાસ, મુખથી દેવાધિદેવના મંજુલ ગુણગાન, કાયાથી વંદન, પ્રણામ, નૃત્ય વગેરે પ્રવૃત્તિઓથી ઉત્પન્ન થયેલું એ દશ્ય અતિરમણીય હોય છે. સંસારને સલામત રાખવાના કોડની પાછળ દુર્બાન, વિચાર, વાણી-વર્તાવની મેલી રમત, જુઠ પ્રપંચ પડાવી લેવાની જ જ વૃત્તિ, નિર્દયતા, ભીયાપણું, સંરક્ષણના રૌદ્ર પરિણામ, અનેકવિધ આરંભ સમારંભની પાપ યોજનાઓ અને તરકીબો વગેરે રચાય છે. એથી કલુષિત અને ભયાનક લાગણીઓને પ્રગટાવી, આત્માને કેવળ કાળે કર્યા સિવાય બીજો કોઈ પણ લાભ થવાની શકયતા રહેતી જ નથી. ત્યારે પરમાત્માની ભાવભીની નિઃસ્વાર્થ ભકિત કરવાના મનોરથની પાછળ હૃદયની કમળતા, પ્રભુ પ્રત્યે પૂજ્યતા બુદ્ધિને જવલંત ઉદય, જોરદાર શુભ પ્રતિ, હર્ષને વેગ, પિતાની સુંદર સામગ્રીને સાર્થક કરવાને ઉમળકે, શુભધ્યાન વગેરે રમણીય ભાવ ઉભરાય છે. અને તેથી
આત્મા પવિત્ર બની ક્રમશા પવિત્રતાના શિખરે ચઢી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com