________________
(૨૯)
જગત તેમને પ્રણામ કરશે. જગતના પૂજ્ય અને વંદનીય બનશે. આવી પુત્રરત્નના જન્મથી આપણી સઘળી ઇચછાઓ ફળીભૂત થશે.
દેવલેક કે નરકમાંથી રચવીને પ્રભુ સમ્યગ દર્શન, નિર્મલ મતિ શ્રતજ્ઞાન તથા નિર્મલ અવધિજ્ઞાનને સાથે લઈને જ માતાના ગર્ભમાં આવે છે. પીઠ કે પડદા પાછળ પડેલી ચીજને સાક્ષાત જોવાની તાકાત આજનું વિજ્ઞાનવાદનું સાયન્સ ધરાવી શકતું નથી, જ્યારે અવધિજ્ઞાનમાં આવરણ પાછળ પડેલા તથા દૂરદૂર ક્ષેત્રોમાં તથા કાળમાં રહેલા રૂપી દોને જોઈ શકવાનું સામર્થ્ય છે. આવા પાંગળા વિજ્ઞાનવાદના અખતરાની પાછળ પણ અનેક ની કારમી હિંસા તથા બીજા અનેક પાપાર જેરશોરથી સેવાય છે તે દુઃખદ બીના છે. કહે છે કે બાળ લકવાના રોગને નાબુદ કરવા માટે વાંદરાઓને વિનાશ કરી તેના મગજની રસીનો દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. રેકેટ વિમાન અતિશય ઉચે ગયા બાદ ત્યાંના વાતાવરણની અસર જોવા માટે તેમાં વાંદરા નાખીને ઉડાડવાના હિંસક અખતરા સાંભળ્યા છે. આ આજનું વિજ્ઞાન એટલે વિરુદ્ધ જ્ઞાન કરી રહ્યું છે ત્યારે આ દિવ્ય અવધિજ્ઞાન મહાન શકિતવાળું છતાં અહિંસક ધર્મ સાધનાથી પ્રાપ્ત થાય છે.
પ્રભુ ચાવ્યાબાદ તેમના પુણ્ય પરમાણુઓ જગતમાં પ્રસરી જાય છે. અને સકલ પ્રાણુઓને સુખને અનુભવ કરાવે છે ધર્મના ઉદયને રમણીય પ્રભાતકાળ શરૂ થાય છે. તેથી મિથ્યાત્વરુપ દ્વારા નિસ્તેજ બની જાય છે. પ્રભાવશાલી પુણ્યવંતા મહાપુરૂષોના પુનિત પગલાંથી કુમતિ અને કુતીથિકના તાંડવોને અંત આવે છે. પ્રભાતકાળમાં ઋતિ, આનંદ, ઠંડક, અને અનુષ્ણુતા અનુભવાય છે, મંગલ ગીત ગવાય છે. નિદ્રમાંથી જગત જાગી ઉઠે છે, લેકે પિતાના આવશ્યક કાર્યમાં લાગી જાય છે. તેમ ભરતાદિક્ષેત્રમાં પ્રભુના આગમનથી પ્રભાતની જેમ મંગલમય ધર્મને ઉદય થાય છે, જેમાં ભવ્ય જીવો માર્ગનુસારીપણું,
અપુનર્ભધાવસ્થા, સમ્યગ્દર્શન, દેશવિરતિ, અને સર્વ વિરતિ, પામ્યાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com