________________
(૪૨)
દેવાનું ઝડપી ગમન અને જળઔષધિ વિગેરે લાવવા પૂર્વક આગમન –
સર સાંભળીને સંચરિયા, માગધ વરદામે ચલિયા; પાવહ ગંગા આવે, નિર્મળ જળ કળશ ભરાવે. તીરથ ફળ ઔષધિ લેતા, વળી ખીર સમુદ્ર જાતા; જળ કળશા બહુલ ભરાવે, કુલ ચગેરી થાળ લાવે, સિંહાસન ચામર ધારી, ધૂપધાણા કેબી સારી; સિદ્ધાંત ભાખ્યાં જેહ, ઉપકરણ મિલાવે તેહ, તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે;
કલશાદિક સહતિહાં ઠાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે, કરી અત્યંત ખૂશ થાય છે, લાવેલી બધી સામગ્રી ત્યાં સ્થાપિત કરે છે, અને સ્નાત્રની ઉજવણી પહેલાં ભકિતભર્યા દિલે નાથના ગુણ ગાવા મંડી પડે છે.
ભરતક્ષેત્રની ઉત્તરમાં હિમવંત પર્વત આવે છે. તેમાંથી ગંગા તથા સિંધુ નદી નીકળે છે. તે બે નદીઓ લવણ સમુદ્રને મળે છે. જ્યાં તે બે નદીઓ મળે છે, તે સ્થાને માગધ અને પ્રભાસ તીર્થ આવેલાં છે, તે બે તીર્થ વચ્ચે વરદામ તીર્થ આવેલું છે.
જબુદ્વીપ પછી એક સમુદ્ર, પછી એક દ્વીપ, એમ પૂર્વ પૂર્વના કરતાં દિગુણ પહોળા અસંખતા દ્વીપ સમુદ્રો છે, તેમાં ક્ષીર સમુદ્ર એ પાંચમો સમુદ્ર છે. તીર્થ તથા સમુદ્રનું અંતર લાખ જેજનનું છે, છતાં દેવ દિવ્યશકિતના બળે આંખના પલકારામાં તે સ્થાને પહોંચી જાય છે. ઉત્તમોત્તમ દ્રવ્યથી જિનની પૂજા કરવી એ ભાવ હૃદયમાં સુંદર રીતે કેરાઈ ગએલે છે. પ્રભુજીને મનમંદિરમાં બહુમાન પૂર્વક વસાવ્યા છે. તેથી સુંગધીદાર ઔષધીઓ પવિત્ર જળ વિગેરેને એના ખાસ પવિત્ર સ્થળેમાંથી લાવવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com