________________
(૪૧)
વિગેરેમાંથી સુંગધિદાર ઊત્તમ સર્વ વનસ્પતિ ઔષધિઓ, સુગંધીદાર ચૂર્ણો લાવવા માટે દેવને આ રીતે આજ્ઞા ફરમાવે છે. કે હે દે ! પ્રભુના અભિષેક મહોત્સવ માટે ગંગાક્ષીરસમુદ્રાદિના પાણી વિગેરે તુર્ત લાવો. જે જે આ બધી સામગ્રીમાં વાળાકુંચી નથી આવતી છે. આજની વાળાકુંચીઓના ઉપયોગે ધાતુની પ્રતિમાના મુખના અવયયો ઘસી સાફ કરી નાખ્યા છે. સામ્રગ્રી તુર્ત એક સાથે બધી હાજર રહેવી જોઈએ, જેથી પૂજનવિધિ શરૂ કરતાં અને શરૂ થયા પછી વચમાં કઈ વસ્તુની રાહ જેવી ન પડે, નહિતર પહેલાં કે વચમાં વસ્તુ આવવા સુધી રાહ જોતાં પ્રભુને એમને એમ બેસાડી રાખવાનું થાય, અને તેમ કરવામાં અવિવેક થાય. પ્રભુની પ્રતિમાને પખાળ કર્યા બાદ તે સ્થિતિમાં રાખીને સુકાવા દેવાય નહિ. અવિવેક અને અજ્ઞાનતાના વેગે અનેક પ્રકારે પ્રભુની આશાતના થઈ જવાની સંભાવના રહે છે. પૂજારીઓમાં પ્રાયઃ બેદરકારી ઘણી જોવામાં આવે છે. કેઈક પ્રભુની પૂજાને બદલે વિટંબણા જેવું કરે છે, કેટલાક સ્થળોમાં પ્રતિમાજીને પખાળ કર્યા બાદ અડધા કલાકે કે કલાકે પણ અંગલુહણ કરવામાં આવે છે. ત્યાં સુધી ભગવાન સુકાયા કરે છે. ખરેખર ! જગહન્દનીય એવા પ્રભુ પ્રત્યે બેદરકારી તથા વિવેકની ખામી એ અત્યંત શોચનીય ગણાય. - સુર, અમ્યુકેન્દ્રના હુકમને સાંભળી, શિરેમાન્ય કરી દેવતાઓ માગધ તથા વરદામ તીર્થે જાય છે. તેમાંથી પવિત્ર માટી ગ્રહણ કરે છે. પત્રક તથા ગંગા પાસે પહોંચે છે. નિર્મલ પાણીથી કલશો સંપૂર્ણ ભરાવે છે. કમળ અને ફૂલે લે છે. ક્ષીરસમુદ્ર જઈ તેમાંથી પણ પાણીના કળશને ભરે છે. જિનેશ્વર ભગવંતની ભાવભીની ભકિત માટે સુંદર ઉપકરણો મેળવવા આતુર બને છે. પુષ્પને કરંડીઓ અને થાળ લાવે છે. સિંહાસન ચામર ધારણ કરે છે. ધુપધાણા સારી રબીઓ વિગેરે પ્રજાની સામગ્રી જન સિદ્ધાતે જે જે ફરમાવી છે. તેને ભેગી કરે કરાવે છે. પછી તે લઈને દે મેસ્પર્વત ઉપર આવે છે. પરમાત્માના દર્શન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com