________________
ઇન્દ્રની વિચારણા, ખ્યાલ અને આદેશ :
તદા ચિંતે ઇન્દ્ર મનમાં, કે અવસર એ બજે; જિન-જન્મ અવધિનાણે જાણી, હર્ષ આન દ ઉપજે સુષ આજે ઘંટનાદે, ઘોષણું સુરમેં કરે;
સાવિ દેવી દેવા જન્મ મહોત્સવ, આવજે સુરગિરિવરેારા જીતનારા શ્રી અરિહંત ભગવંત જ્યારે જન્મ પામે છે ત્યારે દક્ષિણ દિશાના માલિક સૌધર્મેન્દ્ર અને ઉત્તર દિશાને માલિક ઈશાનેન્દ્ર એમ બંને ઈન્ટોના સિંહાસન કંપે છે. ઇન્દ્ર સિંહાસનને કંપાવનાર બીજું કઈ પણ સાધન સમર્થ થઈ શકતું નથી આધુનિક સાધનો જેવા કે, તાર, ટેલીફન ટેલીગ્રાફ, વાયરલેશ. રેડીઓ વિગેરે ઝડપી જાહેરાત કરે છે. યંત્રવાદને યુગ તેવા અનેક ઉપાયો ઉભા કરે છે, પણ અસખાતા જનો સુધી દૂર રહેલા સ્વર્ગલેકમાં સંદેશ પહોંચાડવા માટે ઈન્દ્રાસન કંપાવવા આધુનિક યંત્રવાદના સાધનોમાંથી કયું કારગત નીવડે ? કે નહિ. વગર વીજળીએ, વગર તારના દેરડે કે વગર રેડીઆએ એક પ્રભુના પુણ્ય પરમાણુઓએ જ દૂર દૂર રહેલા ઇન્દ્રસિંહાસનને લતા બનાવી પ્રભુના જન્મનું બ્રોડકાસ્ટીંગ કર્યું કહેવાય. તીર્થકર દેવનું કેવું અલૌકિક અતુલ અને આશ્ચર્યપદ પુણ્ય ! પ્રભુને હજી આ ભવમાં રાગદેપની ફેજને જીતવાની બાકી છે છતાં તેમને “જેતા” કહ્યા, તેનું કારણ એ કે પ્રભુ દેવલોકમાં દિવ્ય સુખસામગ્રી વચમાં પણ અનાસકત ભાવે રહ્યા. દિવ્ય સુખોમાં મુંઝાયા નહિ. દિવ્ય અલંકાર તથા વસ્ત્રો, અનેક રંગરાગ તથા નાટારંભમાં લેપાયા નહિ. દેવલોકમાં પણ વૈરાગ્યને જીવનમાં આવી શક્યા ચરમ ભવમાં પણ જન્મથી માંડી પરમાત્માનાં સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ, કર્મ-કિચ્ચડમાં જન્મ પામવા તથા ભોગેની વૃદ્ધિને પામવા છતાં એમની કમળની માફક એ કાદવ અને જળથી તદ્દન નિલેપ અને નિઃસંગ અવસ્થા કઈ અજબ કટિની અને આદર્શબૂત હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com