________________
(૨૭) આઠમું ધ્વજા–પ્રભુ કુળમાં જ સમાન, ધર્મધ્વજથી સુશોભિત અને ત્રિભુવનમાં અદ્વિતીય મહા મા બનશે, ધજાનું સ્થાન જેમ જગતમાં ઉંચું જ હોય તેમ પ્રભુ જગતમાં સર્વોત્તમ સ્થાન મેળવશે.
નવમું કળશ-જ્ઞાન, દર્શન તથા ચારિત્ર એ વિતયાત્મક ધર્મને એક મહાન પ્રસાદ સ્વરૂપ જાણવો. તે પ્રાસાદના શિખરે પ્રભુ પિતાના આત્માને કળશની માફક સ્થાપશે.
દશમું પદ્મ સવાર-સારા કૃત્ય સ્વરૂપ કમળોથી પાસવરની જેમ પ્રભુ શોભશે અને જ્ઞાનજલથી જગતને પાવન કરશે.
અગીયારમું ક્ષીર સમુદ્ર-જાણે એ માને કહે છે કે તારે પુત્ર ગુણરત્નોથી મહાગંભીર અને સુગુણને ધારણ કરનારામાં અગ્રણી હોઈ એણે મને ક્ષીરસમુદ્રને) છો, તે હવે મારું પાણી તેના શરીરના પરિભાગમાં ઉપયોગી બને એવી મારી વિનંતિ છે; અને જાણે એટલા જ માટે અહીં સ્વપ્નમાં આવેલ છું.
બારમુ વિમાન જાણે કહે છે કે ભવનપતિ વિગેરે ચાર નિકાયના દે પ્રભુ પાસે સેવામાં હાજર રહેશે.
તેરમું રત્નને રાશી-સૂચવે છે કે સુવર્ણ વિગેરેનું દાન દઈ પ્રભુ ત્રણ ગઢ પર સ્થાપેલા સિંહાસન ઉપર બિરાજશે, અને ભવ્ય જીવોને
જેને જોઈએ તે લઈ જાઓ તેવી ઉદારતાપૂર્વક જ્ઞાનાદિ રત્ન આપશે. - ચૌદમું નિધૂમ અગ્નિ-સૂચવે છે કે પ્રભુ પિતાના કર્મ ઈન્જનને ધ્યાનાગ્નિથી બાળી આત્માને નિર્મળ સુવર્ણની માફક અતિશય ઉજજવલ બનાવશે, અગ્નિસમા પ્રભુ ભવ્યજીવરૂપી સુવર્ણને શુદ્ધ કરશે, આઠ કર્મ ક્ષય થવાથી સિદ્ધ થશે અને ચૌદ રાજ લેકના અગ્રભાગ ઉપર સ્થિરવાસ કરશે. તીર્થકરની માતાએ જેએલું પ્રથમ સ્વપ્ન.
રૂપભદેવ ભગવંતની માતાએ પહેલા સ્વપ્નમાં વૃષભને જે, મહાવીર ભગવંતની માતાએ પહેલા સ્વપ્નમાં સિંહને અને બાકીના તાર્થ કરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com