Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 44
________________ (૨૬) ચૌદ સ્વપ્નનું રહસ્ય પહેલું ચાર દાંતવાળે હાથી—દાન, શીક્ષ, તપ અને ભાવ એમ ચાર પ્રકારે પ્રભુ ધમને કહેશે અને નરક તિય ઇંચ મનુષ્ય, અને દેવતિ એમ ચાર ગતિને અંત કરશે અને કરાવશે એમ સૂચવે છે. બીજું મળદ તે સયમની ધુરાના ભારને વહનકરવા માટે વૃષભ જેવા પ્રભુ ભવ્ય જીવપી ક્ષેત્રમાં માધિબીજનું વપન કરશે. અને બળદને ઉંચી ખાંધ હેાવાથી, પ્રભુ ઉચ્ચ ગોત્ર અને ઉમદા વંશમાં જન્મ ધારણ કરશે, એ પણ સૂચન છે. ત્રીજું સિંહ-અન્ય ક્રુતીથિકારૂપી શિકારી પશુઓથી પીડાતા ભવ્ય પ્રાણીઓને સિંહસમાન પરાક્રમી પ્રભુ તે પીડામાંથી ખચાવી લેશે. પિરસહરૂપી હાથીઓને સહાય વિનાના નિર્ભીક પ્રભુ સિંહની જેમ જીતી લેશે. ચોથું લક્ષ્મી-વાર્ષિČક દાનને વરસાદ વરસાવી પ્રભુ તીર્થંકરપણાની લક્ષ્મીને મેળવશે, લક્ષ્મી કહે છે કે પ્રભુના સંગથી મારૂં ચંચળસ્વભાવરૂપી દૂષણ દૂર થઇ જશે, અર્થાત્ પ્રભુના ભક્તને ત્યાં લક્ષ્મી સ્થિર થશે, એટલે કે કમળને બદલે ભકતને પ્રભુસંગીને ત્યાં લક્ષ્મી નિવાસ રહેશે. પાંચમુ. ફુલની માળા–પ્રભુની આણા ત્રણ જગતના જીવેા શિરે માન્ય કરશે અને પ્રભુની યશેાસૌરભ વસુધરાને પુષ્પમાળની જેમ સુવાસિત કરી દેશે. છઠ્ઠું' ચંદ્રમા-ચંદ્રમા કહે છે કે હું તારા પુત્રરત્નના સ'સર્ગ'થી નિષ્કલ ક થાઈશ. ચંદ્રની જેમ પ્રભુ પૃથ્વી વલયને શમરૂપી જ્ગ્યાહ્નાથી આનન્દ્રિત કરશે. સાતમું સૂર્ય-મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરી પ્રભુ ભવ્ય જીવરૂપી કમળાને વિકસાવશે. સૂર્ય તથા ચંદ્ર કહી રહયા છે કે તમારા પુત્રની માફક અમારા પણ નિત્ય ઉદય થાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92