________________
(૧૫)
ચરણે પ્રણામ કરવા સાથે પુષ્પ ચઢાવવા, એમ પ્રભુ મહાવીર દેવના પૂનીતચરણે કુસુમાંજલિ સ્થાપવી. જગતમાં સુંદર શરીર ધારણ કરનારા દેવ, દાનવ, માનવ તથા વિદ્યાધરેમાંય સર્વોત્કૃષ્ટ સુંદર શરીરને ધારણ કરનારા અરિહંતજ હોય છે, કારણ કે તિર્થંકરનામકર્મ સહવત ઉચ્ચ તમ પુણ્યને લીધે સર્વોતમ કટિના પુદ્ગલેથી તેમનું શરીર બનેલું હોય છે. અનુત્તર વિમાનવાસી દેવતા તથા ગણધરભગવંતના શરીર કરતાં પણ પરમાત્માના શરીરનું સૌન્દર્ય અનંતગણું હોય છે. તેથી તેમના ચરણ પણ અતિશય સુકોમલ છે. તે સુકુમાળ ચરણોની ઉપાસના ભવ્ય આત્માના ત્રણે કાળના પાપિ ચુરી નાખે છે, કારણ કે શુભ અધ્યવસાપની શ્રેણી પર આત્મા તે અવસરે આક્ત બને છે. ભૂતકાળના પાપમાંથી કેટલાકને ક્ષય, તે કેટલાકની અપવર્તન-સ્થિતિહાસ અને કેટલાક સંક્રમણદ્વારા બંધાતા શુભ કર્મમાં પડી શુભ રૂપે બની જાય છે. ગમે તે રીતે પણ પાપોનો ક્ષય થાય છે. નાગકેતુમહાત્માને પરમાત્માની પુષ્પ પૂજા કરતાં કરતાં સર્પ કરડે, પણ એ પુષ્પપૂજાનું આલંબન અખંડ રાખી શુભ ધ્યાનમાં સ્થિર બન્યા અને ચાર ધાતી કમને સર્વથા ક્ષય કરી કેવળજ્ઞાનને પામ્યા.
ચરણની ઉપાસનાથી વર્તમાનમાં શુભ ભાવ પેદા થાય છે, એટલે અશુભકર્મપ્રકૃતિઓને બંધાતી અટકવા રૂપે વર્તમાનના પાપને ક્ષય ગણાય, તેમ ભૂતકાળનાં પાપ પણ ઉપર કહ્યું તેમ નાશ પામે. એ બે ઘટી શકે છે. પણ ભવિષ્યકાળનાં પાપને નાશ કેવી રીતે? કેમકે હજી તે એ બંધાયા નથી તેમ વર્તમાન બંધાવાની સ્થિતિમાં નથી, તે પછી પાપની હયાતિ વિના નાશ કેને?
ઉત્તર: તેનું સમાધાન એ રીતે કરી શકાય કે જિનના ચરણોની વિશુદ્ધ ઉપાસના દ્વારા પુણ્યાનુબંધી પુણ્યના અનુબંધ પડે છે, જેથી
ભવિષ્યકાળમાં શુભ કર્મના બંધ પડે છે, તેથી અશુભનું રેકાણુ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com