________________
(૧૩) શ્રી નેમિનાથ ભગવાનને કુસુમાંજલિ :
કૃષ્ણાગરૂવરધૂપ ધરી, સુગંધકર કુસુમાંજલિ દીજે; કુસુમાંજલિ મેલે નેમિ જિર્ણ-૮
કૃષ્ણગર વિગેરે ઉત્તમ પ્રકારના ધૂપ પ્રગટાવી ધારણ કરવા, અને નેમનાથ પ્રભુના હસ્ત ઉપર સુગંધદાર કુસુમાંજલિ મુકવી. વાતાવરણને મઘમઘાયમાન કરી મુકે તેવા અનેક પ્રકારના ઉત્તમ ધૂપથી પરમાત્માની પૂજા કરવામાં આવે તે મિથ્યાત્વ, વિકાર અને વાસનાની દુર્ગધ દૂર ટળી જાય છે.
જમ્ પરિમલ બેલ દહીદસિં, મહુરઝંકાર સત્સંગીયા;
જિણ ચલણેવરિ મુકકા, સુરનર કુસુમાંજલિ સિદ્ધા. ૯ પુનું સૌરભબળ અને ભ્રમરની રસિકતા -
જે કુસુમાંજલિના પુષે દશે દિશાઓમાં તેજ સુંગંધ પ્રસરાવે છે, જેની દિગન્ત સુવાસને લેવા માટે ભમરાઓ આવી ઝંકાર એટલે એક પ્રકારને અવ્યક્ત મધુર શબ્દ કરે છે અને તેથી શબ્દમય સંગીત શરૂ થાય છે, દેવ અને માનવથી પરમાત્માના ચરણે અર્પેલી તે કુસુમાંજલિ સિધ્ધ થાય છે એટલે કે સફળ બને છે. સુવાસિત મનહર પુષ્પો પમરાટ દશે દિશાઓમાં પ્રસરી જાય છે. તે પમરાટ આત્મામાં જિનની ભકિતની અજબ પમરાટ પેદા કરે છે. ભમરાઓ પુષ્પોની સુવાસથી ખેંચાઈ આવી મધુર ગુંજારવ કરે છે, અને તે મધૂર ગુંજારવ એ સૂચવે છે કે ભક્તિ રસામૃતનું પાન કરનાર આત્માએ પ્રભુ ભકિતની પાછળ ભમરાની માફક જીવનને ન્યોછાવર કરવું જોઈએ. પરમાત્માના ચરણની ઉપાસના ચારિત્રમેહનીય કર્મને યુરે છે અને ચતુર્ગતિરૂપ સંસાર ચક્રને સમૂહ અંત લાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com